- વેરાવળી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી (Somnath Sanskrit University)નો ICCRના લિસ્ટમાં સમાવેશ
- ઈરાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થી સંસ્કૃત ભણશે
- BA, MA વિથ સંસ્કૃત અને Ph.Dના અભ્યાસને મંજૂરી, યુનિવર્સિટી દ્વારા 4 નવા અભ્યાસક્રમો પણ શરૂ કરાયા
- વિદેશના વિદ્યાર્થીઓને સરકારના ખર્ચે અહીંની યુનિવર્સિટીના વિવિધ કોર્સમાં એડમિશન મળી શકશે
- સરકારની શિષ્યવૃત્તિ (Scholarship) પર પ્રવેશ મેળવવા વિદેશના 9 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી
- ઈરાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના 3 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો
- ઈન્ટિગ્રેટેડ બીએ કોર્સ, MA જનરલ સંસ્કૃત, ઘેરબેઠા સંસ્કૃતભાષામાં MA અને સંસ્કૃતમાં ડિપ્લોમા કોર્સ શરૂ
વેરાવળઃ ગીર સોમનાથની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ICCRના લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે યુનિવર્સિટી માટે ખૂબ જ ગર્વની વાત છે. આ અંગેની વિગતો આપતા યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનના વડા ડો. લલિતકુમાર પટેલે જણાવ્યું હતું કે, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી (Somnath Sanskrit University) હવે ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR)ના લિસ્ટમાં પણ સામેલ થઈ છે. આ એ માળખું છે કે, જેમાં વિદેશના વિદ્યાર્થીઓને સરકારના ખર્ચે અહીંની યુનિવર્સિટીના વિવિધ કોર્સમાં એડમિશન મળી શકે. આ વર્ષે તેમાં જુદા જુદા 9 દેશોના વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, જેમાં સંસ્કૃતમાં અભ્યાસ કરવા માગતા 3 વિદ્યાર્થીઓની અરજી સ્વીકારવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓમાં ઈરાનના ફર્શાદ સાલેઝેહીને BA વિથ સંસ્કૃતમાં પ્રવેશ અપાયો છે.
આ પણ વાંચો- ગુજરાત યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા નહિ લેવાય, Merit based Progression અપાશે
યુનિવર્સિટીને દેશ-વિદેશમાં નામના મળી છે
બાંગ્લાદેશના વિદ્યાર્થી રથિન્દ્રો સરકારને Ph.D માટે પ્રવેશ અપાયો છે. તો MA સંસ્કૃતના અભ્યાસ માટે અફઘાનિસ્તાનના મંસૂર સંગીનને પ્રવેશ અપાયો છે. આમ, યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્ર, કુલસચિવ ડો. દશરથ જાદવ સહિતના પ્રયત્નોથી દેશ-વિદેશમાં નામના મળી છે.
આ પણ વાંચો-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોરોનાનો ભોગ બનેલા પરિવારના વિદ્યાર્થીઓની એક વર્ષની ફી માફ કરી
યુનિવર્સિટી દ્વારા 4 નવા અભ્યાસક્રમો શરૂ કરાયા
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી (Somnath Sanskrit University) દ્વારા 4 નવા અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 4 વર્ષની મુદતનો ઈન્ટિગ્રેટેડ BA કોર્સ, MA જનરલ સંસ્કૃત, ઘેરબેઠાં સંસ્કૃતભાષામાં MA અને સંસ્કૃતમાં ડિપ્લોમાનો સમાવેશ થાય છે. આ પૈકી MA જનરલ સંસ્કૃતમાં કોઈ પણ વિદ્યાશાખાના ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી (Somnath Sanskrit University)માં અત્યાર સુધીમાં 94 વિદ્યાર્થીઓએ Ph.Dની પદવી મેળવી છે. અત્યારે અહીં 61 વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં જુદા જુદા વિષયો પર Ph.D કરે છે.