ગીર સોમનાથઃ સોમનાથ મંદિરની સાથે ભાલકાતીર્થ નૂતન મંદિરપણ સુવર્ણ કળશોથી સુશોભિત કરવામાં આવ્યું છે. આજે 8 સોનાના કળશો મંદિર પર શોભા વધારી રહ્યા છે. જેના દર્શન કરીને ભાવિકો ધન્યતા અનુભવી રહ્યાં છે.
સોમનાથ રૂપે શિવ બિરાજતા ભાલકામાં કૃષ્ણ ભગવાન ભૂમીને હરી અને હરની ભૂમી કહેવાય છે. એક તરફ સોમનાથ મંદિર સોનાથી મઢાય રહ્યું છે. તો બીજી તરફ, ભાલકાતીર્થ મંદિર પર સોનાથી આઠ વિશાળ કદના કળશોને ભાવિક દાતાઓના દાનથી સોનાથી મઢાયા છે. જેથી નૂતન ભાલકા મંદિરનો અદભૂત સુંદર નજારો જોવા મળે છે.
એવી લોકવાયકા છે કે, ભગવાન કૃષ્ણ દ્વારકાના રાજા હતા. ત્યારે દ્વારિકા સોનાની નગરી હતી. ભગવાન પોતાની માનવલીલાને વિરામ આપવા અહી આવ્યા હતા. ભીલના હાથે ભાલું લાગ્યુ એ જ આજે ભાલકા ગણાય છે. અહી તેણે અંતિમ સમય વીતાવ્યો તે ભાલકાતીર્થમાં તાજેતરમાં નવું ભવ્ય નૂતન મંદિર બનાવવામાં આવ્યું હતું.