ETV Bharat / state

Somnath News : વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત ભાષાના પ્રોત્સાહન હેતું દર શુક્રવારે વાગ્વર્ધિની સભા, બોલવાનું શીખવાશે - Sanskrit Language Importance

વિદ્યાર્થીનીઓ સંસ્કૃતિ ભાષા પ્રત્યે પાવરધા બને તે માટે યુનિવર્સિટીમાં વાગ્વર્ધિની સભાનું આયોજન કરાયું છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સ્નાતક અનુસ્નાતક અન્ય અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ હવે દર શુક્રવારે વાગ્વર્ધિની સભામાં હાજરી આપશે.

Somnath News : વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત ભાષા પર ભાર મુક્યો યુનિવર્સિટીએ, દર શુક્રવારે વાગ્વર્ધિની સભા

author img

By

Published : Mar 11, 2023, 9:36 AM IST

સોમનાથ : સંસ્કૃત યુનિવર્સિટીમાં શિક્ષણની સાથે સંસ્કૃત ભાષામાં સ્નાતક અનુસ્નાતક કે અન્ય અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વાગ્વર્ધિની સભાની શરૂઆત થઈ છે. સંસ્કૃત ભાષાના વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષા લખવામાં ખૂબ જ પાવરધા હોય છે, પરંતુ સંસ્કૃત ભાષા બોલવાને લઈને જે મહારત લખવામાં જોવા મળે છે. તે પ્રકારની મહારત સંસ્કૃત ભાષા બોલવા પ્રત્યે જોવા મળતી ન હતી. જેને ધ્યાને રાખીને પ્રત્યેક વિદ્યાર્થી સફળતાપૂર્વક સંસ્કૃત લખવાની સાથે ઉચ્ચારણ સાથેનું શુદ્ધ સંસ્કૃત બોલી શકે તે માટે વાક્ય વાગ્વર્ધિની સભાની ગઈકાલથી શરૂઆત કરી છે. જેમાં સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ લલિત પટેલ સહિત અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ સામેલ થઈને વાગ્વર્ધિની સભાની શરૂઆત કરી છે.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી

આ પણ વાંચો : Sanskrit Learning in Bhavnagar : યુવરાજને લખતા વાંચતા નથી આવડતું પરંતુ સંસ્કૃતમાં શ્લોક બોલે છે કડકડાટ

વાગ્વર્ધિની સભાથી ઉચ્ચારણોમાં થશે સુધારો : વાગ્વર્ધિની સભામાં સામેલ થયેલા સંસ્કૃતિ યુનિવર્સિટીના કુલપતિ લલિત પટેલે જીવન સાથે સંસ્કૃત ભાષાને સાંકળવાની જરૂરિયાત પર ભાર મુકતા જણાવ્યું હતું કે, સંસ્કૃતને દેવોની ભાષા તરીકે આજે પણ ઓળખવામાં આવે છે, પરંતુ આજે સંસ્કૃતના સ્પષ્ટ ઉચ્ચારણો સાથેની ભાષા બોલવામાં કેટલીક મુશ્કેલીઓ પડી રહી છે. જેનું નિવારણ આજથી શરૂ થયેલી વાગ્વર્ધિની સભા આગામી દિવસોમાં કરતી જોવા મળશે. તો બીજી તરફ આ સભામાં સામેલ થયેલા કિશન જોશી અને નીલ દવે નામના વિદ્યાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. વાગ્વર્ધિની સભાથી સંસ્કૃત ભાષામા શબ્દોના ઉચ્ચારણ ખાસ કરીને ભાષા બોલતી વખતે ખૂબ સુધરેલું જોવા મળે છે.

સંસ્કૃતને દેવોની ભાષા તરીકે આજે પણ ઓળખવામાં આવે

આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, સંસ્કૃતમાં કોમેન્ટ્રી ને ખેલાડીઓએ પહેર્યા ધોતી ઝભ્ભા

તમામ વિદ્યાર્થીઓ માટે વાગ્વર્ધિની સભા : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે વાગ્વર્ધિની સભા રાખવામાં આવશે. જ્યાં સુધી કોઈ પણ વિદ્યાર્થી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અભ્યાસ કરશે, ત્યાં સુધી પ્રત્યેક મહિનાના તમામ શુક્રવારે આ પ્રકારની વાગ્વર્ધિની સભામાં હાજરી આપવાની રહેશે. જેનો ફાયદો સંસ્કૃત ભાષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લેખનની સાથે સ્પષ્ટ અને ઉચ્ચારણ સાથેનું સંસ્કૃત બોલી શકવામાં વાગ્વર્ધિની સભા મહત્વની સાબિત થશે. જેનો આજે સંસ્કૃત યુનિવર્સિટી માં શરૂઆત કરવામાં આવી છે. હવે આ સભા નિયમિત રીતે દર શુક્રવારે આયોજિત થતી જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.