ETV Bharat / state

જુઓ સોમનાથમાં શ્રાવણના બીજા સોમવારે કેવો રહ્યો માહોલ? - સોમનાથ મહાદેવની વિશાળકાય રાખડી

આજે જ્યારે શ્રાવણ માસનો બીજો સોમવાર છે, ત્યારે એક સમયે સોમનાથમાં કિલોમીટર લાંબી કતારો થતી હતી, ત્યારે આ વર્ષે કોરોનાના ભયને કારણે યાત્રિકોની પાંખી હાજરી જોવા મળી રહી છે.

સોમનાથ
સોમનાથ
author img

By

Published : Aug 3, 2020, 2:16 PM IST

ગીરસોમનાથ: આજે જ્યારે શ્રાવણ માસનો બીજો સોમવાર છે, ત્યારે એક સમયે સોમનાથમાં કિલોમીટર લાંબી કતારો થતી હતી, ત્યારે આ વર્ષે કોરોનાના ભયને કારણે યાત્રિકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. બીજા સોમવારે સોમનાથની અંદર સવારના દર્શન સમયે યાત્રિકો સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરની બહાર કતારો લગાવી અને ક્યારે મહાદેવના દર્શન થશે તેની રાહ જોઈ રહ્યાં હતાં. યોગાનું યોગ આજે રક્ષાબંધન હોવાથી ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવને રાખડી પણ અર્પણ કરવામાં આવશે.

જાણો... સોમનાથમાં શ્રાવણના બીજા સોમવારે કેવો છે માહોલ

ઉલ્લેખનીય છે કે, સોમનાથમાં પાસ સિસ્ટમ શરૂ થયા બાદ લોકોને ત્રીસ મિનિટનો ચોક્કસ સમયગાળો આપવામાં આવે છે. જેના દર્શન કર્યા બાદ એ પાસ માન્ય રહેતો નથી. જેથી મંદિરમાં ભક્તોની સંખ્યાની વ્યવસ્થા જાળવી શકાય. ભૂતકાળમાં સોમનાથમાં ગુંજતો હર હર મહાદેવ, બમ બમ ભોલેનો નાથ ચોક્કસથી ભાવિકોને યાદ આવી રહ્યો છે. તેમજ લોકો શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી રહ્યાં છે કે, મહાદેવ આખા વિશ્વને ભારતને આ કોરોનાની મહામારીમાંથી ઉગારે.

આજે જ્યારે રક્ષાબંધન છે, ત્યારે હજારો બહેનો પણ પોતાના ભાઇ માટે મહાદેવને પ્રાર્થના કરશે કે, મહાદેવ કોરોના અને તેના જેવી અન્ય મુશ્કેલીઓ સામે પોતાના ભાઇની રક્ષા કરે. આજે 10 હજાર જેટલા લોકો સોમનાથ મંદિરમાં દર્શન કરવાનો અંદાજ છે. જેમાં આજે સોમનાથ મહાદેવની વિશાળકાય રાખડી પણ બાંધવામાં આવશે, જે બોરસલ્લીના સાયમ શૃંગાર વખતે મહાદેવને અર્પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.