આ કાર્યક્રમમાં અંદાજે 250 થી 300 જેટલી સાડીઓ જોડી 1100 મીટર જેટલી લાંબી સાડી બનાવવામાં આવી હતી. બોટ દ્વારા આ સાળી ત્રિવેણી સંગમના એક કાંઠા થી બીજા કાંઠા સુધી પહોંચાડવામાં આવી હતી. ત્યારે આકાશી નજરો ડ્રોન કેમેરામાં ત્રિવેણી સંગમ જાણે ગંગાનું તટ ભાસી રહ્યું હતું.
પ્રતિ વર્ષ કાર્તિકી પૂર્ણિમા ઉપર સોમનાથમાં મેળો યોજાય છે. આ વખતે સોમનાથ ટસ્ટ્ર તેમજ સોમપુરા બ્રહ્મસમાજ દ્વારા ત્રિવેણી સંગમ નું પણ પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ જે રીતે નર્મદા નદી ને સાડી ધરવામાં આવે છે. સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ અને તીર્થ પુરોહિતો દ્વારા ત્રિવેણી માતા ને 1100 મીટર લાંબી સાડી ધરવામાં આવી હતી. તેમજ મહા દીપ બનાવી તેને ત્રિવેણી સંગમમાં તરતો મુકાયો હતો.