વેરાવળ: પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં (Prime Minister Modi Security) ચુકના મામલે આજે સોમવારના ગીર સોમનાથ જિલ્લા બક્ષીપંચ મોરચા અને વેરાવળ શહેર યુવા ભાજપ મોરચા દ્વારા માનવ સાંકળ યોજી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન (Protest program In Gir somanath) કરવામાં આવ્યો હતો. જેમાં બક્ષીપંચના પ્રમુખ ડો.જીવાભાઈ વાળા અને શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા સહિત શહેર યુવા મોરચાના પ્રમુખ હાર્દિક ઝાલા ઉપસ્થિત રહ્યાં હતાં.
વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચુકના મામલે ગીરમાં વિરોધ
વડાપ્રધાન મોદી અને સરકાર કોરોનાના નિયમોનું (Corona case in india) પાલન કરવાની સતત અપીલ કરી રહ્યાં છે, તેમ છતાં તેમની અપીલનું પાલન તેમના જ પક્ષના નેતાઓ નથી કરી રહ્યાં. ગીર સોમનાથનું મથક વેરાવળ ખાતેથી કોરોનાના નિયમોના (Corona guideline) પાલન અંગે બેદરકારીનો મામલો સામે આવ્યો છે. જેમાં પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચુકના મામલે આજે સોમવારના સોમનાથ જિલ્લા બક્ષીપંચ મોરચા અને વેરાવળ શહેર યુવા ભાજપ મોરચા દ્વારા માનવ સાંકળ યોજી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો.
વિદ્યાર્થીઓને લાવી તેમનો જીવ જોખમમાં મુક્યો
આ કાર્યક્રમમાં શહેરની ખાનગી શાળાના સંચાલકએ વિદ્યાર્થીઓને લાવી તેમનો જીવ જોખમમાં મુક્યો હતો. આ કાર્યક્રમમાં કોવિડના નિયમોનું જાહેરમાં ઉલ્લંઘન કરવામાં આવતું હતું, પરંતુ જવાબદાર તંત્ર મુખપ્રેક્ષક બની તમાશો નિહાળી રહ્યુ હોય તેવો તાલ જોવા મળી રહ્યો હતો.
જાહેર કાર્યક્રમમાં કોરાના નિયમોના ઉડ્યાં ધજાગરા
વેરાવળમાં ભાજપના નેતાઓની હાજરીમાં ગઈકાલે જ મેરેથોન કાર્યક્રમમાં કોવિડના નિયમોના જાહેરમાં ધજાગરા ઉડ્યા હતા. જેના પરથી ભાજપના જવાબદાર નેતાઓએ કોઈ બોધપાઠ ન લીધો હોય તેમ આજે સોમવારે ફરી બીજો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ, પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં ચુક મામલે વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું જિલ્લા બક્ષીપંચ મોરચો અને શહેર યુવા ભાજપ મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં અનેક મહાનુભવો રહ્યાં ઉપસ્થિત
આ કાર્યક્રમ આજે સોમવારે બપોરના સમયે શહેરના ટાવરચોક ખાતે જાહેરમાં યોજાયો હતો. જેમાં બક્ષીપંચ જિલ્લા પ્રમુખ ડો.જીવાભાઈ વાળા, શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા, શહેર યુવા મોરચાના પ્રમુખ હાર્દિક ઝાલાની આગેવાનીમાં મોરચાના કાર્યકરો અને ખાનગી દર્શન શાળાના સંચાલક ભુપેન્દ્ર વિઠલાણી હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત તેની શાળાના વિદ્યાર્થીઓને સાથે લાવી મોટી સંખ્યામાં એકત્ર થઈ માનવ સાંકળ રચી કોંગ્રેસ સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
લોકોનો સવાલ કાર્યક્રમમાં કોની પરવાનગીથી વિધાર્થીઓને લઈ જવાયા?
આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોવિડના નિયમોનો જાહેરમાં ઉલ્લંઘન કર્યાના દ્રશ્યો સામે આવ્યા હતા. આ સંજોગામાં એક સવાલ થવો જોઇએ કે, આ કાર્યક્રમમાં કોની પરવાનગીથી ખાનગી શાળાના વિધાર્થીઓને લઈ જવાયા હતા ? આવી રીતે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકવાની પરવાનગી શાળા સંચાલકોને કોણે આપી ? આ કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓ શહેરની એક વિવાદિત ખાનગી શાળાના હોવાનું સામે આવી રહ્યુ છે, ત્યારે આ મામલે શિક્ષણ વિભાગ તપાસ કરશે કે પછી સત્તાધારી ભાજપનો કાર્યક્રમ હોવાથી લીપાપોતી કરશે ? તે જોવું રસપ્રદ રહેશે.
મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શિક્ષણ વિભાગ હરકતમાં
માધ્યમિક વિભાગના શિક્ષણ અધિકારી ડોડીયાના જણાવ્યા મુજબ, આ મામલો વિભાગને ધ્યાને આવેલો છે અને પ્રાથમિક રીતે આ વિદ્યાર્થીઓ દર્શન માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ હોવાનું અને તેના સંચાલક ભુપેન્દ્ર વિઠલાણી પણ સાથે હાજર હોય જેથી તપાસના આદેશ આપાયા છે. આ સમગ્ર મામલે માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પણ રિપોર્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો:
Corona Precaution Dose: પાટણમાં કોરોનાના પ્રિકોશન ડોઝની કામગીરી શરૂ, 350 રસીકરણ કેન્દ્ર પર અપાશે રસી
BJP Mashal Rally: વડોદરામાં યોજાઈ ભાજપની મશાલ રેલી, કોરોના ગાઈડલાઈનના વધુ એક વખત ઉડાડ્યા ધજાગરા