ગીરસોમનાથઃ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા ભુપત પરમાર નામના પોલીસ જવાનને બે દીવસ પહેલા બાઈક અકસ્માત નડતાં શરીરમાં મુંઢ ઈજા સાથે હાથમાં ફેક્ચર થયું હતું, પ્લાસ્ટર લગાવ્યા બાદ ડોક્ટરે તેમજ પોલીસ અધીકારીઓએ મેડીકલ રજા પર જવા મંજૂરી આપી હતી.
![કોરોનાના લોકડાઉન વચ્ચે જોવા મળી ઘાયલ પોલીસ કર્મીની કર્મનિષ્ઠા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gsm-policefaraj-7202746_05042020092803_0504f_1586059083_341.jpg)
પરંતુ ભુપતભાઇએ આ કોરોનાના બંદોબસ્તમાંથી રજા પર જવાના બદલે ચેકપોસ્ટ પર પોતાની ફરજ બજાવવાનું ઊચીત માન્યું છે, જેને લઈ ચેકપોસ્ટ પર પસાર થનારા તેને ગુલાબનું ફુલ આપી સ્વસ્થતાની શુભ કામના પાઠવતાં નજરે પડે છે.
![કોરોનાના લોકડાઉન વચ્ચે જોવા મળી ઘાયલ પોલીસ કર્મીની કર્મનિષ્ઠા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gsm-policefaraj-7202746_05042020092803_0504f_1586059083_895.jpg)