ઉલ્લેખનીય છે કે પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ચુક્યો છે અને સરકારે કાશ્મીર માંથી 370 અને 35A હટાવતા પાકિસ્તાન રઘવાયું બન્યું છે.ઇમરાન ખાન સાંસદમાં સાંકેતિક રીતે બોલી પણ ચુક્યા છે કે ભારત પર પુલવામાં જેવા હુમલાઓ થઈ શકે છે. ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદીરમાં જિલ્લા પોલીસ દ્વારા પોલીસ જવાનો, SRP, સીક્યુરીટી તથા સ્ટાફ ખડેપગે ફરજ પર છે.
Z+ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરમાં 1 DYSP, 3 PI, 6 PIS, 102 પોલીસ જવાનો, 80 GRDના જવાનો સાથે એક કંપની SRPના જવાનો સુરક્ષામાં ફરજ બજાવશે. તો આ સાથે સોમનાથ મંદિર માટે ફળવાયેલા બૉમ્બ ડીસપોઝલ સ્ક્વોડ મંદિરમાં દિવસ દરમિયાન વારે ઘડીએ ચેકીંગ કરી રહ્યું છે.સ્નિફર ડોગ પણ સુરક્ષા માટે તૈનાત છે. 2 પોઇન્ટ ઉપર પોલીસ મેટલ ડિટેક્ટર તેમજ હેન્ડ મેટલ ડિટેક્ટર દ્વારા યાત્રિકોની તપાસ કરવામાં આવી રહ્યું છે.
મંદીરમાં નિયમ અનુસાર મોબાઈલ, કેમેરા, રીમોટકીચેઇન, વગેરે મંદીરમાં યાત્રીકો લઈ જઈ શકશે નહી. ઉપરાંત CCTV ની મદદથી સમગ્ર પરિસરમાં પોલીસ મોનીટરીંગ કરી રહી છે. આવા સમયે પોલીસ યાત્રિકોને સંદિગ્ધ સમાન દેખાય ત્યારે પોલીસને જાણ કરવા સૂચના આપી રહી છે.