- ઓક્સિજનની તીવ્ર તંગીના કારણે દર્દીઓના મૃત્યુ
- ધારાસભ્ય વિમલ ચુડાસમા સ્વખર્ચે ઓક્સિજનના બાટલાની કરી વ્યવસ્થા
- 100 બાટલા આવી ગયા, 200 બાટલા લોકોની સેવા માટે આવશે
સોમનાથ : જિલ્લામાં ઓક્સિજનની તીવ્ર તંગીના કારણે દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. તેથી સરકાર દ્વારા સત્વરે ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા કરાવામાં આવે તેવી સોમનાથ વિધાનસભાના યુવા ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા સરકારને અનેક પત્રો લખી જાણવામાં આવ્યું હતું. પરંતુ સરકાર લોકો અને જનપ્રતિનિધિનો અવાજ સાંભળતી જ ન હોય તેમ કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
આ પણ વાંચો : EXCLUSIVE: દર્દીઓ ઓક્સિજનના બાટલા પરત નહિ કરે તો પોલીસની મદદ લેવી પડશે: બોલબાલા ટ્રસ્ટ
દર્દીઓનેને કોઈ પણ જાતની ડિપોઝીટ વગર નિઃશુલ્ક સેવા આપવાની શરૂઆત
આ વિસ્તારના એક સાચા જન પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકાર ના કરે તો કઈ નહિ પરંતુ મારા વિસ્તારની પ્રજા ને હું આવી રીતે હેરાન નહીં જ થવા દઉં, આવો મક્કમ નિર્ધાર કરી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતાના ખર્ચે ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરી દર્દીઓનેને કોઈ પણ જાતની ડિપોઝીટ વગર નિઃશુલ્ક સેવા આપવાની શરૂઆત કરી દીધી છે.
આ પણ વાંચો : સુરતના ઉદ્યોગોમાં પડેલા ઓક્સિજનના બાટલા ચેમ્બર ઓફ કોમર્સને આપવા રજૂઆત
ઓક્સિજન સેવાયજ્ઞ એક સાચા લોકપ્રતિનિધિની પ્રતીતિ કરાવે
સોમનાથમાં અત્યારે 100 જેટલા બાટલા આવી ચુક્યા છે અને વધુ 200 બાટલા પણ ટુંક સમયમાં લોકોની સેવા માટે આવનારા છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો ઓક્સિજન સેવાયજ્ઞ એક સાચા લોકપ્રતિનિધિની પ્રતીતિ કરાવે છે. સુખ અને દુઃખમાં પડખે ઉભા રહી લોકોની વેદનાને સમજનારા યુવા ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રજાલક્ષી કાર્યને સહુ કોઈ બિરદાવી રહ્યા છે.