ETV Bharat / state

ગીરની કેસર કેરી હોંશેહોંશે ખાતાં પહેલાં કેવી રીતે ખાવી એ જાણી લો, બગીચામાં ત્રિસ્તરીય સેનેટાઈઝ થાય છે કેરી - Mango

વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે ગીરના કેરીના બગીચા ધરાવતાં ખેડૂતોએ કેરી અને મેગાસિટીનાગ્રાહકો વચ્ચે કોરોનાપ્રૂફ પ્લાન બનાવી દીધો છે. જેમાં કેરી ઝાડ પરથી સીધી જ ખાનારાના હાથમાં જશે. વચ્ચે કોઈનો હાથ કેરીને અડકશે જ નહી.

ગીરની કેસર કેરી હોંશેહોંશે ખાતાં પહેલાં કેવી રીતે ખાવી એ જાણી લો, બગીચામાં ત્રિસ્તરીય સેનેટાઈઝ થાય છે કેરી

author img

By

Published : May 29, 2020, 3:57 PM IST

ગીરસોમનાથઃ વિટામિન સીથી ભરપુર કેસર કેરી રોગ પ્રતિકારક પણ મનાય છે. જેથી મેગા સિટીના લોકો માટે કેસર કેરી સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ બની રહેશે. ભારત જ નહી, વિશ્વના અનેક દેશોમાં કેસર કેરીની નિકાસ થતી હોય છે. પરંતુ કોરોના માહામારીના કારણે વિમાન સેવા બંધ હોવાથી વિદેશોમાં કેસરનું પહોંચવું અશક્ય છે. ગુજરાતમાં તમામ મેગાસિટીમાં લોકો કેસર કેરીના શોખીન છે, પરંતુ કોરોનાના કારણે લોકો કેસર કેરી ખરીદતાં ડરતાં હોય છે. પરંતુ ગીરના 500થી વધુ ખેડૂતોએ કોરોના સામે સાવચેતી સમી કોરોનાપ્રૂફ કેરીની ફુલપ્રૂફ સિસ્ટમ ઊભી કરી છે અને કેરી લોકો સુધી ઓનલાઈન પહોચાડી રહ્યાં છે.

ગીરની કેસર કેરી હોંશેહોંશે ખાતાં પહેલાં કેવી રીતે ખાવી એ જાણી લો, બગીચામાં ત્રિસ્તરીય સેનેટાઈઝ થાય છે કેરી
મહામારીમાં લોકો જાતે આવી ન શકે માટે સોશિઅલ મીડીયામાં ફેસબૂક, વોટસગૃપ, સહિત વિવિધ ઈન્ટરનેટ માધ્યમથી કેસર કેરીનું બૂકિંગ શરૂ કરાયું છે. કોરોના મહામારીને ઘ્યાને રાખી કેરીને કોઈનો હાથ ન અડકે તેની બગીચાઓમાંથી જ કાળજી રખાય છે. પ્રથમ બગીચાઓ, કેરી ઊતારવાના સાધનો સેનેટાઈઝ કરાય છે. બાદમાં ઊતારનારા વ્યક્તિઓએ અચુક માસ્ક અને હેન્ડગ્લોઝ પહેરવા પડે છે. કેરીનો ઢગલો, ખાલી બોક્સ ને ફરી સેનેટાઈઝ કરવામાં આવે છે. એ પછી જે વાહનમાં કેરી લઈ જવાય તેને પણ સેનેટાઈઝ કરવામાં આવે છે. આમ કેરી ઝાડ પરથી સીધી જ ખાનારાના હાથમાં જાય અને ઝાડ પરથી ઊતર્યાંથી લઈ ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધી કોઇ અડકે નહીં તેવું આયોજન કરાયું છે.

ETV Bharat આ બાબતે ગીરસોમનાથ જિલ્લા હોસ્પિટલમાં કોવિડ 19 ઇમરજન્સીમાં ફરજ બજાવતા ડોકટર નીલેશ હરિયાણીને આ અંગે પૃચ્છા કરી તો તેમણે જણાવ્યું હતું કે પાણીનું પ્રમાણ વધુ હોય અને હળવા સ્પ્રેથી સેનેટાઇઝ કરાયેલ કેરી ગરમ પાણીથી ધોઈ અને ખાવા માટે સેફ કહી શકાય છે. ગ્રાહકોએ માત્ર કેરીને 1 વખત ગરમ પાણીમાં ધોઈ અને પાકવા માટે મૂકી દેવાની થાય છે. આટલું કર્યાં પછી તેઓ ગીરની કેસરનો સ્વાદ મન મૂકીને ચિંતામુક્ત થઈને માણી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.