ETV Bharat / state

કોડીનાર આહિર યુવક મંડળે સમુહ લગ્ન રદ કરવાનો કર્યો નિર્ણય - kodinar news

કોડીનાર આહિર યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ આગામી 27 મે 2021ના રોજ સમૂહ લગ્નનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 39 દિકરીઓની નોંધણી પણ થઈ ચૂકી હતી અને યુવક મંડળ દ્વારા મહદ્અંશે સમૂહલગ્નની તૈયારી આટોપી લેવાઈ હતી, પરંતુ હાલમાં જે પ્રમાણે કોરોના મહામારીનો કહેર સર્જાયો છે અને માનવ જીવ જોખમમાં મુકાયો છે ત્યારે સરકાર દ્વારા પણ કોઈ પણ જાતના સામાજિક તેમજ ધાર્મિક મેળાવડા ન કરવા અનુરોધ કર્યો છે.

કોડીનારમાં યુવક મંડળે યોજી મિટીંગ
કોડીનારમાં યુવક મંડળે યોજી મિટીંગ
author img

By

Published : Apr 23, 2021, 3:35 PM IST

  • કોડીનારમાં યુવક મંડળે યોજી મિટીંગ
  • આહિર યુવક મંડળે સમુહ લગ્ન રદ્ કરવાનો નિર્ણય કર્યો
  • 39 કન્યાઓને કરિયાવર ઘરે પહોંચાડશે

ગીર સોમનાથ: પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ કોડીનારમાં આહીર યુવક મંડળની અગત્યની બેઠક મળી હતી. જેમાં આ વર્ષે સમૂહ લગ્ન સમારોહ મુલતવી રાખવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. કોડીનાર આહીર યુવક મંડળના પ્રમુખ ભરતભાઇ કછોટે જણાવ્યું હતું કે, સરકારના જાહેરનામા મુજબ સમુહ લગ્નોત્સવ રદ્ કરવામાં આવેલા છે. સમુહ લગ્નમાં અગાઉ નોંધાવેલા નામ પૈકી તમામ દિકરીઓને કોઇ પણ ફી લીધા વિના 9,500 રૂપિયાનો કરિયાવર આપવામાં આવશે. કોડીનાર આહિર યુવક મંડળ દ્વારા મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: વડોદરામાં સતત ચોથા વર્ષે દિવ્યાંગ માટે સમુહ લગ્ન યોજાયું, ૧૮ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા

કોઇ પણ ફી લીધા વિના 9,500 રૂપિયાનો કરિયાવર અપાશે

જેમાં જે વાલી પોતાની દિકરીના લગ્ન કરાવવા માંગતા હોય તેઓએ સરકારની ગાઇડ લાઇન મુજબ પોતાને ઘરે લગ્ન કરવાના રહેશે. સમુહલગ્નમાં અગાઉ નોંધાવેલા નામ પૈકી 39 કન્યાઓને કોઇ પણ ફી લીધા વિના 9,500 રૂપિયાનો કરિયાવર આપવામાં આવશે. તેમજ દરેક વ્યક્તિ કોરોનાની વેક્સિન લે અને પોતે સુરક્ષિત રાહે તેવું આહિર યુવક મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: મહેશ સાવાણી બન્યા ફરી પાલક પિતા, 275 દીકરીઓના કરાવશે લગ્ન

નબળી આર્થિક સ્થિતી ધરાવતા પરિવારની દીકરીને પરણાવાશે

આ સાથે આહીર યુવક મંડળની બેઠકમાં વધુ એક અગત્યનો નિર્ણય પણ લેવાયો છે. જેમાં જે દિકરીઓના પરિવારની આર્થિક સ્થિતી નબળી હોય તેવા પરિવારની દિકરીને યુવક મંડળના સભ્યો પોતાના ખર્ચે લગ્ન કરાવી આપશે. જેમાં કોઇ પણ જાતનો દેખાવ કર્યા વિના લગ્નની તૈયારી કરવાની રહેશે. જે યુવક મંડળને આધિન રહેશે તેમ કોડીનારના આહિર યુવક મંડળ દ્વારા જણાવાયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.