ETV Bharat / state

વેરાવળની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં 3 પ્રાધ્યાપકો અને 1 એકાઉન્ટન્ટ સહિત 4 કોરોના સંક્રમિત

વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીમાં 3 પ્રાધ્યાપકો અને 1 એકાઉટન્‍ટ સહિત 4 લોકો કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી ગઇ હતી. ચારેયની તબિયત સ્‍થ‍િર હોવાથી હાલ તેમને હોમ આઇસોલેટ કરવામાં આવ્‍યા છે. યુનિવર્સિટીમાં કોરોનાના કેસો આવતા વાલીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે.

સોમનાથ સંસ્‍કૃત યુનીવર્સીટી
સોમનાથ સંસ્‍કૃત યુનીવર્સીટી
author img

By

Published : Feb 10, 2021, 4:31 PM IST

  • 3 પ્રાધ્યાપકો અને 1 એકાઉટન્‍ટ સહિત 4 લોકો કોરોના પોઝિટિવ
  • તબિયત હાલ સ્‍થ‍િર હોવાથી કરાયા હોમ આઇસોલેટ
  • વાલીઓમાં પ્રસરી ચિંતા
    પ્રાધ્યાપકો અને સ્‍ટાફના ટેસ્‍ટ કરાવવામાં આવેલ છે

ગીર સોમનાથ: કોરોના મહામારીનો કહેર ઘટી રહ્યો છે તેવા સમયે વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીમાં 3 પ્રાધ્યાપકો અને 1 એકાઉટન્‍ટ સહિત ચાર લોકો કોરોના પોઝિટિવ આવતા ચકચાર પ્રસરી ગયો છે. ચારેયની તબિયત સ્‍થ‍િર હોવાથી હાલ તેમને હોમ આઇસોલેટ કરવામાં આવ્‍યા છે. હાલમાં યુનિવર્સિટીમાં 150 જેટલા વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ સહિત અન્‍ય કર્મચારીઓના ટેસ્‍ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ યુનિવર્સિટીમાં કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્‍તપણે પાલન કરવા માટે સુચના આપવામાં આવી છે.

યુનિવર્સિટીના સત્તાધિશોએ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને સતર્ક કર્યા

દેશ અને રાજયમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. જેથી જનજીવન પૂર્વવ્રત કરવા સરકારે ગાઇડલાઇનો જાહેર કરી શાળા-કોલેજો શરૂ કરવા છુટ આપવામાં આવી છે. એવા સમયે ગીર સોમનાથ જિલ્‍લાના વડામથક વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીમાંથી એક સાથે ચાર લોકો કોરોના સંક્રમિત થયાનું બહાર આવતા વિદ્યાર્થી અને વાલીઓમાં ચિંતાની પ્રસરી છે. આ અંગે યુનિવર્સિટીના કુલસચિવ ડો.દશરથ જાદવએ જણાવ્યું કે, યુનિવર્સિટીના એક પ્રધ્યાપક બે દિવસ પૂર્વે કોરોના પોઝિટિવ આવેલ છે. જેથી આરોગ્‍ય વિભાગની ટીમને બોલાવી પ્રધ્યાપકના સંપર્કમાં રહેલા અન્‍ય પ્રાધ્યાપકો અને સ્‍ટાફના ટેસ્‍ટ કરાવવામાં આવેલ છે. જેમાં વધુ બે પ્રાધ્યાપકો અને એક એકાઉટન્‍ટ કોરોના પોઝિટિવ આવેલ હતા. હાલ યુનિવર્સિટીના ત્રણ પ્રાધ્યાપકો અને એક એકાઉટન્‍ટ મળી કુલ ચાર લોકો કોરોના સંક્રમતિ છે અને ચારેયની તબીયત હાલ સ્‍થ‍િર હોવાથી હોમ આઇસોલેટ કરાયેલ છે.

યુનિવર્સિટીમાં કોરોનાના કેસો આવતા વાલીઓમાં ચિંતા પ્રસરી

વધુમાં ડો.જાદવએ જણાવ્યું કે, યુનિવર્સિટીની હોસ્‍ટેલમાં 50 જેટલા વિદ્યાર્થીઓ અને જુદી જુદી ફેકલ્‍ટીમાં 150 જેટલા વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહયા છે. જે તમામને સતર્ક રહેવાની સાથે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્‍ત પાલન કરવા સુચના આપવામાં આવી છે. તમામના કોરોના ટેસ્‍ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. કોલેજો શરૂ થયાના દિવસોમાં જ સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીમાં ત્રણ જેટલા પ્રાધ્યાપકો કોરોના પોઝિટિવ આવતા ચકચાર પ્રસરી છે તો વાલીઓ ચિંતાતુર બન્‍યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.