પૂર્વ વડાપ્રધાન અને એક સમયના જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દક્ષિણ ભારતની રાજનીતિનું પ્રતિનિધિત્વ કરનાર ભારતીય રાજકારણમાં ઉભરેલુ મોટું નામ એવા એચ.ડી દેવગૌડા 86 વર્ષની ઉંમરે પત્ની સાથે સોમનાથના દર્શને પહોંચ્યા હતા.
સોમનાથમાં તેમણે મહાદેવના દર્શન અભિષેક અને તત્કાલ મહાપૂજા કરી હતી. તેમજ તેમણે મીડિયા સમક્ષ જનતાદળની સરકારના વખતમાં સોમનાથના દર્શન કર્યાનું જણાવ્યું હતું. ત્યારે સોમવારે તેઓએ દર્શન કરીને સોમનાથના ટ્રસ્ટી, ચેરમેન અને એડમિનિસ્ટ્રેશનના પ્રયત્નને બિરદાવ્યા હતા.