ETV Bharat / state

Fear of lions among farmers: ગીર સોમનાથના વિઠલપુરમાં સિંહના ધામાથી ખેડૂતોમાં ભય - ગીર જંગલ બોર્ડર

કોડીનારના વિઠલપુર ગામમાં અને આસપાસના( Fear of lions among farmers)વિસ્તારમાં સિંહ પરિવારના ધામાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ખેતરોમાં સિંહો(Lion in Gir forest )આવવાથી ખેડૂતોને રાત્રે ખેતરે જવામાં ભય રહે છે. જંગલી ભૂંડ અને નીલગાયોના ત્રાસમાં સિંહોના ધામાથી ફાયદો પણ થઈ રહ્યો છે. ત્યારે ગામની સીમમાં સિંહો આવી ચડતા ખેડૂતે દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે.

Fear of lions among farmers: ગીર સોમનાથના વિઠલપુરમાં સિંહના ધામાથી ખેડૂતોમાં ભય

author img

By

Published : Mar 21, 2022, 8:31 PM IST

ગીર સોમનાથઃ ગીર જંગલ બોર્ડરને બાજુમાં આવેલા( Vithalpur Gir Forest Border)ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વિઠલપુર ગામમાં અને આસપાસના વિસ્તારમાં સિંહ પરીવારના ધામાથી ખેડૂતો મુંઝવણભરી પરિસ્થિતિમાં મુકાયા છે. કેમ કે સિંહોના ધામાથી રાત્રીના સમયે ખેડૂતોને ખેતરે જવામાં ભય લાગે છે. તો જંગલી ભૂંડ અને નીલગાયોના ત્રાસમાં સિંહોના ધામાથી ફાયદો પણ થઈ રહ્યો છે. વિઠલપુર ગામની સીમમાં( Fear of lions among farmers) રાત્રીના બે સિંહો આરામ ફરમાવી રહયાના દ્રશ્યો પણ કોઈ ખેડૂતએ કેદ કરી લીધા છે.

સિંહના ધામાથી ખેડૂતોમાં ભય

ખેતરમાં સિંહના આંટાફેરા - સોમનાથ જિલ્લામાં ગીર જંગલ બોર્ડર પરના (Gir forest border)ગામોમાં કાયમી સિંહો આંટાફેરા કરતા જોવા મળે છે. જેમાં પણ ઉનાળાની સીઝનમાં વારંવાર નજરે પડે છે. ત્યારે આવી રીતે જિલ્લાના કોડીનાર તાલુકાના ગીર જંગલ બોડરે નજીક આવેલા વિઠલપુર ગામે છેલ્લા પાંચ દિવસથી સિંહ પરિવારએ ધામા નાંખી આંટાફેરા કરી રહ્યા હોવાથી ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી છે. જો કે આ અંગે ખેડુતો પાસેથી જાણવા મળ્યા મુજબ વિઠલપુર ગામની સીમમાં અને આસપાસના વિસ્તારોમાં સિંહ પરીવારના ધામા નાંખવાથી રાત્રીના ખેતરમાં પાણી વાળવા જવા સમયે ખેડૂતોને સતત ભયમાં સતાવી રહ્યો છે.

આ પણ વાંચોઃ રાજુલા નજીકથી વનવિભાગ દ્વારા સિંહોને ખસેડાયાં, ધારાસભ્યએ કર્યો વિરોધ

સિંહ દેખાતા ખેડૂતોમાં ભય - જેના લીધે સંધ્યા બાદ ખેડૂતો પોતાના ખેતરે જવામાં પણ અચકાય છે. તો ખેતરમાં દિવસ દરમિયાન કામ કરતા હોય તેવા સમયે પણ પોતાનું તથા ખેતરમાં રમતા બાળકોનું ધ્યાન રાખવાની સાથે કાળજી રાખવી પડે છે. તો આ વિસ્તારના ખેતરોમાં જંગલી ભૂંડ અને નીલગાયોનો ત્રાસ અને કન્ડગત હતી. જે સિંહોના આંટાફેરાથી બંધ થઈ ગઈ હોવાથી ફાયદો પણ થયો છે.

સિંહ પરિવારના ધામાથી ખેડૂતો મૂંઝાયા - જો કે વિઠલપુર સીમ અને આસપાસના વિસ્તારોમાં સિંહ પરિવારના ધામાની સાબિત સમાન દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેમાં એક ખુલ્લા ખેતરમાં બે સિંહો રાજાશાહી રીતે બેસી આરામ ફરમાવી રહ્યાનું જોવા મળે છે. થોડીવાર બાદ એક સિંહ ઉભો થઈને આંટાફેરા મારી રહ્યો છે. આમ સિંહ પરીવારના ધામાથી ખેડૂતોની પરિસ્થિતિ મૂંઝવણભરી બની ગઈ છે.

આ પણ વાંચોઃ ગીર સોમનાથના મોરવડ ગામમાં સિંહના મુકામ, શેરીમાં આંટાફેરા અને ગાયના મારણના વિડીયો ફરતાં થયાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.