- કોડીનાર પંથકમાં વીજ પૂરવઠો પૂર્વત કરવા વીજકર્મીઓ સાથે ગ્રામ્ય વિસ્તારના યુવાનો સાથી હાથ બઢાનાની માફક મદદરૂપ બની રહ્યા છે
- સરકારને ભરોસે રહે તો ક્યારે વીજળી આવે તે નક્કી નહીં
- ફીડર્સ રિપેરિંગ માટે ખુદ ખેડૂત યુવાનો વીજ કર્મી સાથે કામગીરી કરી રહ્યા છે
ગીર સોમનાથ : તૌકતે વાવાઝોડાના કારણે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાઇ ગયો છે. જે દૂર કરી વીજ પૂરવઠો પૂર્વત કરવા વીજકર્મીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે, પરંતુ અપૂરતા સ્ટાફના પગલે ખેતીવાડીનો વીજ પૂરવઠો હજૂ પણ બંધ હોવાથી તે વહેલીતકે શરૂ થાય તે માટે ઝડપી કામગીરી કરવા માટે કોડીનાર પંથકના ગ્રામ્ય વિસ્તારના યુવાનો વીજ તંત્રની મદદે આવી કામગીરી કરી રહ્યા છે. કોડીનાર પંથકના અરઠીયા, મોરવડ, નગડલા ગામના યુવાનો વીજ થાંભલા ઉભા કરવાની કામગીરીમાં મદદરૂપ થઇ રહ્યા છે.
આ પણ વાંચો - કોડીનાર આહિર યુવક મંડળે સમુહ લગ્ન રદ કરવાનો કર્યો નિર્ણય
યુવાનોએ વીજ કર્મીઓ સાથે મળીને વીજપોલ ઉભા કરવા તેમજ દોરડા ખેંચવા જેવી કામગીરી કરી
તૌકતે વાવાઝોડાના કારણે 12 દિવસથી ખેતીવાડીમાં વીજળી ન હોવાથી ગ્રામજનો-ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સાથે વીજ પૂરવઠો હજૂ ગામોમાં પણ ઘીમે ઘીમે શરૂ થઇ રહ્યો હોવાથી વાડી વિસ્તારમાં શરૂ થતા ઘણા દિવસો લાગે તેવી સ્થિતિ છે. બીજી તરફ વીજ પૂરવઠો શરૂ કરવા વીજ વિભાગના અધિકારીઓથી લઇ કર્મચારીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે, પરંતુ કયાંકને કયાંક અપૂરતા સ્ટાફ હોવાનું ઘ્યાને આવતા કોડીનાર પંથકના ગ્રામ્ય વિસ્તારના યુવાનો સામે ચાલીને વિજકર્મીઓની મદદે ઓવી રહ્યા છે અને યુવાનોએ વીજ કર્મીઓ સાથે મળીને વીજપોલ ઉભા કરવા તેમજ દોરડા ખેંચવા જેવી કામગીરી કરી છે.
આ પણ વાંચો - કોડીનાર શહેર કોંગ્રેસ સમિતિનું ચીફ ઓફિસરને આવેદનપત્ર
અરઠીયા, મોરવડ, નગડલા સહિતના ગામોમાં ધીમે ધીમે વીજ પૂરવઠો પૂર્વત થયો
વાવાઝોડાના કારણે કોડીનાર પંથકમાં મોટી સંખ્યામાં વીજપોલો ધરાશાયી થઇ ગયા હોવાથી તે નવા ઉભા કરવા અને વીજલાઇન રિપેરિંગ કરવા માટે PGVCLના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરના શ્રમિકો આ કામગીરી કરી રહ્યા છે, ત્યારે અરઠીયા ગામના પૂર્વ સરપંચ રામસિંહ જણાવે છે કે, ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના લોકો વાડી વિસ્તારમાં વસવાટ કરે છે. દસેક દિવસ બાદ પણ વાડી વિસ્તારમાં વીજ પુરવઠો શરૂ ન થતા લોકો અને પશુઓને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અાવા સમયે કોડીનાર તાલુકાના અરઠીયા, મોરવડ, નગડલા સહિતના ગામોમાં ધીમે ધીમે વીજ પૂરવઠો પૂર્વત થયો છે, પરંતુ ગામોના વાડી વિસ્તારમાં વીઠ પુરવઠાના ઠેકાણા ન હોવાથી ખેડૂતો અને લોકો મુંઝવણમાં મૂકાયા છે. જો કે, વાડી વિસ્તારમાં પણ વીજ પ્રવાહ ચાલુ થાય તે માટેની કામગીરી ચાલી રહી છે. જેમાં મદદરૂપ થવા માટે અરઠીયા, મોરવડ, નગડલા સહિતના ગામોના યુવકો સામેથી ચાલીને વીજકર્મીઓની મદદ કરી રહ્યા છે.
આ પણ વાંચો - ગીર સોમનાથ: કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પુલ ધરાશાયી
વીજકર્મી અને કોન્ટ્રાકટના મજૂરો કામ કરે છે, તેનાથી વધારે યુવાનો આ કામગીરીમાં જોડાયા
વાડી વિસ્તારના ફીડરના રિપેરિંગ માટે વીજકર્મી અને કોન્ટ્રાકટના મજૂરો કામ કરે છે, તેનાથી વધારે યુવાનો આ કામગીરીમાં જોડાઇને મદદરૂપ બની રહ્યા હોવાનું ખુદ વીજ અધિકારીઓ પણ સ્વીકારી રહ્યા છે. ખેડૂત યુવાનો સમજી ગયા છે કે, સરકારના ભરોસે ન રહેવાય, જો ભરોસે રહીએ તો કેટલાય દિવસ પાણી અને વીજળી વગર તડપવું પડે, એ કરતા જાત મહેનત જિંદાબાદ જ બહેતર છે.