ETV Bharat / state

સિંહબાળ શિકાર પ્રયાસ મામલે 38 શિકારીઓની અટકાયત - forest department gujarat

ગીર સોમનાથના ખાંભા ગામના રેવન્‍યુ વિસ્‍તારમાંથી સિંહ બાળને ફાંસલામાં ફસાવી શિકાર કરવાના પ્રયત્‍નના મામલે વન અઘિકારીઓએ પત્રકાર પરીષદ યોજી મોટા ઘટસ્‍ફોટ કર્યો છે. આ પ્રકરણમાં ભાવનગર જિલ્‍લામાંથી 38 લોકોની માંસ, છરી, ફાસલા સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગે સૌરાષ્‍ટ્રભરમાં રેડ એલર્ટ હેઠળ હાથ ધરેલી તપાસમાં જુદા-જુદા સ્‍થળોએ જમીન પર ગોઠવેલા 17 ફાંસલાઓ મળી આવ્યા છે. પકડેલા તમામ લોકો સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના રહીશો હોવાનું અને દંગા નાંખી દેશી દવા વેંચતા હોવાનું બહાર આવ્‍યું છે.

ફાંસલા
ફાંસલા
author img

By

Published : Feb 5, 2021, 7:46 AM IST

  • 2 મહિલા સહિત નવ આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ પર
  • ખાંભામાં સિંહબાળને ફાસલામાં ફસાવવાના પ્રકરણમાં 38 લોકોની ફાસલા સહિતના સાધનો
  • વન્‍ય પ્રાણીઓના માસ-હાંડકાના મુદ્દામાલ સાથે અટકાયત કરાઇ

ગીર-સોમનાથ: ગુરૂવારની સાંજે જૂનાગઢ ખાતે ગીરના સિંહોને ફાંસલામાં ફસાવી શિકાર કરવાના મામલે વનવિભાગના CCF ડો.કે.રમેશે પત્રકાર પરીષદ યોજી ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતુ કે, ખાંભામાં ફાંસલામાં સિંહ બાળ ફસાયાની ઘટનાની તપાસમાં પોલીસની મદદથી વડાલ પાસેથી ઇજાગ્રસ્‍ત હબીબ સમશેર પરમાર, અસલમ સમશેર પરમાર, રાજેશ મનસુખ પરમાર, મનીબેન હબીબ પરમારની અટકાયત કરી હતી.

ભાવનગરમાંથી કરાઈ 5 શિકારીઓની ધરપકડ

જમીન પર ગોઠવેલા ફાંસલાઓ મળી આવ્યા
જમીન પર ગોઠવેલા ફાંસલાઓ મળી આવ્યા

ફાંસલા ગોઠવનાર લોકો દંગા નાંખીને રહેતા હતા અને 3 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે તે વિસ્‍તારમાંથી ભાગી છુટ્યા હોવાનું સ્‍થાનિકો પાસેથી વિભાગને જાણવા મળ્યું હતું. જયારે ગુરૂવારે પકડાયેલા શખ્‍સોની સઘન પુછપરછમાં તેમના અન્‍ય સાથીઓ છેલ્‍લા થોડા સમયથી ખાંભા ગામના વિસ્‍તારમાં દંગા બનાવીને દેશી આર્યુવેદીક ઔષધીઓનું વેંચાણ કરવાનું કામ કરતા હતા. તેમના સાથીઓ ઉના-ભાવનગર તરફ નાસી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મોબાઇલ લોકેશન અને SOG બ્રાંચની મદદથી ભાવનગર શહેરમાં નારી ચોકડી પાસેથી 5 લોકોને તથા જિલ્‍લાના શિહોર વિસ્‍તારમાંથી 25 લોકોની અટક કરવામાં આવી હતી. પકડાયેલા લોકો પાસેથી લોખંડના ફાંસલા, સાંકળ, છરી, વન્‍યપ્રાણીના અવશેષો, માંસ, હાંડકા વગેરે મળી આવ્યા હતા.

શંકાસ્‍પદ સાધન-સામગ્રીને વઘુ તપાસ માટે ફોરેન્‍સીક લેબમાં મોકલાઈ

વન્‍ય પ્રાણીઓના માસ-હાંડકાનો મુદામાલ
વન્‍ય પ્રાણીઓના માસ-હાંડકાનો મુદામાલ

પકડાયેલા શખ્‍સો સુરેન્‍દ્રનગરના થાન તાલુકાના રહીશો તેમજ બે શખ્‍સો જૂનાગઢના ડુંગરપુર વિસ્‍તારના રહીશો હોવાનું પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું. વધુમાં પાલીતાણાના બગદાણા શહેર પાસે ચેકીંગ દરમિયાન ચાર શખ્‍સોની ફાંસલા, વન્‍ય પ્રાણીઓના માંસ-હાંડકા સહિતની સામગ્રીઓ સાથે અટક કરવામાં આવી હતી. આ તમામ શખ્‍સો સામે વન્‍યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની કલમો હેઠળ ગુન્હો નોંધી જૂનાગઢ, ભાવનગર અને શેત્રુંજી વન વિભાગની કચેરીઓ દ્વારા જુદી-જુદી લાગુ પડતી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ઘરવામાં આવી છે. પકડાયેલા તમામ શખ્‍સો પાસેથી મળી આવેલી શંકાસ્‍પદ સાધન-સામગ્રીને વઘુ તપાસ માટે ફોરેન્‍સીક લેબમાં મોકલવા તજવીજ હાથ ધરાઈ છે.

સિંહોના શિકારથી અલગ ઘટના હોવાનો વન વિભાગનો ખુલાસો

જમીન પર ગોઠવેલા ફાંસલાઓ મળી આવ્યા
જમીન પર ગોઠવેલા ફાંસલાઓ મળી આવ્યા

વધુમાં CCF ડો.કે.રમેશે જણાવ્યું કે, આ સમગ્ર પ્રકરણમાં પ્રથમ દ્રષ્‍ટીએ એક જ વિસ્‍તારના લોકો એકબીજાના સહકારથી નાના વન્‍યપ્રાણીઓના શિકાર કરે છે. આ લોકો પારંપરીક દવા, તેલ તથા સારવાર માટે ઔષધીઓ બનાવવા માટે સાંડા, શીયાળ જેવા નાના વન્‍યપ્રાણીઓનો શિકાર કરતા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. તપાસમાં સિંહનો શિકાર થયો હોય અથવા સિંહના શિકાર કરતી શિકારી ગેંગ સંડોવાયેલી હોય તેવા કોઇ પુરાવાઓ મળ્યાં નથી. હજુ સુધીની તપાસમાં કોઇ પરપ્રાંતિય શિકારી ગેંગ આપણા વિસ્‍તારમાં સક્રીય હોય કે, પકડાયેલા શખ્‍સો સાથે સંબંધ હોય તેવું ઘ્‍યાને આવેલું નથી. હજુ આ ઘટના સંબંધે અપાયેલા રેડ એલર્ટ સબબ સઘન ચકાસણીની તપાસ ચાલુ છે. આ તપાસ દરમિયાન ચાર ફાંસલા મળી આવ્યા હતા, જેમાંથી એક ફાંસલામાં સિંહબાળ જયારે અન્‍ય એક ફાસલામાં શીયાળ ફસાયેલું મળી આવ્યું હતું. આ ફાસલાઓ માપમાં નાના હોવાથી તેમાં સિંહ-વાઘ માટે વપરાતા ફાસલાઓ જેવા દાંત કે માપસરની મજબુતી પણ જણાઇ ન હતી.

વનવિભાગે 9 આરોપીઓને સુત્રાપાડા કોર્ટમાં રજુ કરતા પાંચ દિવસના રિમાન્ડ પર

વન વિભાગે ચર્ચાસ્‍પદ ગુન્હામાં પકડેલી બે મહિલા સહિત નવ આરોપીઓને સુત્રાપાડા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ પર સોપવાનો હુકમ કર્યો છે. આરોપીઓમાં નુરજહા મનસુખ પરમાર, મણીબેન હબીબ પરમાર, અસમાલ શમશેર પરમાર, રાજેશ મનસુખ પરમાર, શમશેર ગુલાબ પરમાર, મનસુખ ગુલાબ પરમાર, માનસીંગ ગની પરમાર, અરવિંદ ગની પરમાર અને ભીખા શમશેર પરમારને રજુ કરાયા હતા. ઇજાગ્રસ્‍ત હબીબ શમશેર પરમારની જૂનાગઢ સિવિલમાં સારવાર ચાલી રહી હોવાથી અટકાયત કરવાની બાકી હોવાનું જાણવા મળ્યું છે.

ટેક્નોલોજી, કરોડો રૂપિયાનો ખર્ચ છત્તાં શિકારીઓ જંગલ નજીક દંગા બાંધી ચાર માસથી રહેતા હોવા છતાં વનવિભાગ અંધારામાં

એક તરફ ગીર જંગલની બાબરિયા રેન્જમાં 2007માં પરપ્રાંતિય શિકારી ટોળકીએ 6 સિંહોના શિકાર કર્યાની ઘટનામાંથી બોધપાઠ લેવાને બદલે વિભાગ બેદરકારી દાખવતું હોવાથી શિકારી ગેંગ ફરી સક્રિય થઇ છે. જંગલ આસપાસના વિસ્‍તારોમાં દેશી દવા અને ઓસડિયા બનાવવા અને વેચાણ માટે દંગા બાંધીને શંકાસ્‍પદ લોકો વસવાટ કરી રહ્યા છે. જંગલમાં દેશી ઔષધિ શોધવાના બહાને સિંહોની દિનચર્યાની રેકી કરી લોકેશન મેળવી શિકાર કરવાની પરવીમાં રહે છે.જોકે પકડાયેલી શિકારી ગેંગના 35થી વઘુ સભ્યો છેલ્લા ચારેક માસથી ખાંભા ગામના રેવન્યુ વિસ્તારમાં દંગો બાંધી રહેતા હતા તેમ છતા વન વિભાગનું તેમના તરફ ઘ્‍યાન ન ગયું તે અનેક સવાલો ઉભા કરે છે. તો બીજી તરફ વનવિભાગ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહયું છે. સિંહના સંવર્ધન અને રક્ષણ પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે. ત્યારે શિકારી ટોળકીઓ ગીર જંગલ સુધી પહોંચી જાય અને વનવિભાગ અંધારામાં રહે તેને લઇને પણ સવાલો ઉઠ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.