- સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા ભારત સરકારના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા
- મંદીર પાસે આકાર લેતા વોક-વેનું નિરિક્ષણ કરી જાણકારી મેળવી
- ચૂંટણીલક્ષી બાબતોની સમિક્ષા કરી
ગીર સોમનાથ: દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા આજે ગીર-સોમનાથ જિલ્લાના પ્રવાસે આવતા જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અજય પ્રકાશ, નાયબ ચૂંટણી અધિકારી વિનોદ પ્રજાપતિએ સુનીલ અરોરાનું ઉષ્મા ભર્યું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા.
સોમનાથ દર્શન સમયે મહાનુભાવો સાથે જોડાયા
દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ આજે પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવના દર્શન કરી સોમનાથ મહાદેવને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. મંદીર પાસે આકાર લેતા વોક-વેનું નિરિક્ષણ કરી જાણકારી મેળવી હતી. સાસણ ખાતે ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ સાથે યુવા મતદારોની વિગતો, સ્વીફ એકટીવીટી વગેરે જેવી ચૂંટણીલક્ષી બાબતોની સમિક્ષા કરી હતી. સોમનાથ દર્શન સમયે મહાનુભાવો સાથે જોડાયા. આ પ્રસંગે નાયબ ચૂંટણી કમિશ્નર ચંદ્રભુષણ કુમાર, કેન્દ્રીય ચૂંટણી આયોગ ખાતેના પીઆઇબીના એડીશનલ ડાયરેકટર જનરલ સુક્ષી શેફાલી શરણ અને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ડો.એસ.મુરલી કિષ્ણા, સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.