- સી. આર. પાટીલના જન્મદિવસની ઉજવણી નિમિત્તે યજ્ઞ કરવામાં આવ્યો
- 125 વરીષ્ઠ નાગરીકોને બે લાખ રૂપિયાનું વિમા કવચ આપવામાં આવ્યું
- જાહેર સ્થળોની સફાઇ કરવામાં આવી
ગીર સોમનાથઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો જન્મદિવસની સૂત્રાપાડાના પૂર્વ પ્રધાનના માર્ગદર્શન મુજબ ભાજપ સંગઠન દ્વારા વિવિઘ ધાર્મિક અને સામાજીક સેવાકીય કાર્યોની સાથે 125 વરિષ્ઠ નાગરિકોને બે લાખનું વિમા કવચ આપી ઉજવણી કરી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં સી.આર.પાટીલના જન્મદિનની ઉજવણી, 67 નિરાશ્રિતોને કોરોનાની રસી અપાઈ
ભાજપ સંગઠન દ્વારા દીર્ઘ આયુષ્ય માટે હવન-યજ્ઞ કરવામાં આવ્યો
પૂર્વ પ્રધાન જશાભાઇ બારડના માર્ગદર્શન હેઠળ સૂત્રાપાડા ભાજપના યુવા અગ્રણી દિલીપ બારડ અને તેમની યુવા ટીમના કાર્યકરોએ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના જન્મદિવસની સેવાકીય કાર્યો કરી ઉજવણી કરી હતી. જેમાં ભાજપ સંગઠન દ્વારા દીર્ઘ આયુષ્ય માટે હવન-યજ્ઞ કરવામાં આવ્યો હતો. PHC ખાતે દર્દીઓને ફળની કીટ આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ નવસારીના સાંસદ સી. આર. પાટીલનો જન્મ દિવસ સેવા કાર્યો સાથે ઉજવાયો
45 વર્ષથી વઘુ ઉંમરના 125 લોકોને 2 લાખ રૂપિયાના વીમા કવચની પોલીસી વિતરણ કરવામાં આવી
સૂત્રાપાડામાં 45 વર્ષથી વઘુ ઉંમરના રહેતા 125 લોકોને 2 લાખ રૂપિયાના વીમા કવચની પોલીસી વિતરણ કરવામાં આવી હતી. જન સેવા સમાજ સંઘને રાશન કીટ માટે ચેક વિતરણ કરાવામાં આવ્યા હતા. તેમજ શહેરના જાહેર સ્થળો ઉપર સફાઈની કામગીરી કરવામાં આવી હતી. આ ઉજવણી જશાભાઇ બારડ, યુવા નેતા દિલીપ બારડની માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં નથુ કામળીયા, રામ પટેલ, મસરી જેઠવા, રામ ચૌહાણ સહિતના સૂત્રાપાડા પાલીકાના તમામ સભ્યો, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે તમામ સમાજના આગેવાનોએ સાથે મળીને ઉજવણી કરી હતી.