ગાંધીનગર: સંતાનો માતા-પિતા પાસેથી પૈસા પડાવાવા કેવા તરકટ(What a waste of money) રચતા હોય છે. તેનો એક આંખ ઉઘાડનારો દાખલો ગાંધીનગરમાં સામે આવ્યો છે. જેમાં એક યુવકે પોતાની કિડનેપિંગનું નાટક (youth's own kidnapping drama)કરીને માતા પાસે 10 લાખની માંગણી કરી હતી.
યુવાકે પોતાની જાતને બનાવ્યો બંધક
ગાંધીનગરના 19 વર્ષીય યુવાને હોટલમાં રૂમ રાખીને બાથરૂમમાં પોતે હાથ બંધાયા હોય અને અપહરણ થયું હોય તેવો ફોટો પોતાની માતાને મોકલ્યો હતો. જેથી ગભરાયેલા માતાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને યુવાનની શોધખોળ કરી હાથ ધરી હતી. જેમાં પોલીસને માલૂમ પડ્યું હતું કે, યુવકને પૈસાની જરૂર પડતા માતા પાસે 10 લાખ રૂપિય પડાવવા માટે આ તરકટ રચ્યું હતું.
આ પણ વાંચોઃ Education Minister Jitu Vaghani: સરકારની સંવેદનશીલતા, રાજ્યના શિક્ષણપ્રધાને લીધો નિર્ણય
શા માટે કરવું પડ્યું આવું કૃત્ય ?
આ યુવક જ્યારે કાર ચલાવતો હતો ત્યારે તેનાથી ત્રણ ગાડીઓને નુકશાન થયું હતું. તેના પરિવારે બે ગાડીના નુકસાનની ભરપાઇ કરી દીધી હતી. પરંતુ તેણે ત્રીજી ગાડી વિશે પરિવારને જાણ કરી ન હતી. જેને લઇને યુવકને નાણાની જરૂરિયાત હતી. જેમાં યુવકે પોતાની કિડનેપિંગનું નાટક કરીને માતા પાસે 10 લાખની માંગણી કરી હતી.
આ પણ વાંચોઃ Dakor Mandir Closed On Poshi Punam: પોષી પુનમે રાજાધિરાજ રણછોડરાયજીના દ્વાર ભાવિકો માટે રહેશે બંધ