આંગણવાડી એ મેડમ મોન્ટેસરીની દેન છે. મહાત્મા ગાંધીએ પણ આંગણવાડી શિક્ષણને વધુ પ્રાધાન્ય આપ્યું હતું. સરકાર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ અને સ્માર્ટ સ્કૂલ બનાવવાની વાત કરે છે. આંગણવાડીથી બાળકો પાયાનું શિક્ષણ મેળવે છે. આંગણવાડીના વીજ કનેક્શન નથી. કેટલીક આંગણવાડી જર્જરિત હાલતમાં છે. અનેક આંગણવાડીએ ગેસ કનેક્શનની માંગણી કરી છે. પરંતુ હજુ કનેશન મળ્યા નથી. બાળકોને આપવામાં આવતા ખોરાક સાચવવાની પણ સુવિધા આંગણવાડીમાં નથી.
ક્યા જિલ્લામાં કેટલી આંગણવાડીના મકાન નથી
- બનાસકાંઠા 213
- દાહોદ 342
- જામનગર 169
- દેવભૂમિ દ્વારકા 130
- આનંદ 497
- નવસારી 117
- વડોદરા 205
- નર્મદા 28
- જૂનાગઢ 442
- પોરબંદર 65
- અમદાવાદ 313
- ભરૂચ 128
- સુરત જિલ્લો 74
- ખેડા 263
- વલસાડ 216
- છોટા ઉદેપુર 128
- અરવલ્લી 141
- મોરબી 165
- પાટણ 168
- રાજકોટ 207
- ગાંધીનગર 112
- મહેસાણા 125
- કચ્છ 620
- સાબરકાંઠા 305
- તાપી 30
- મહીસાગર 152
- પંચમહાલ 216