ગાંધીનગરઃ કહેવાય છે કે સત્તા આગળ શાણપણ નકામું પડે જો તમારી પાસે સત્તા હોય તો તમે કંઇ પણ કરી શકો છો, આ યુક્તિ ગાંધીનગર મહાપાલિકાનું બિલ્ડીંગ બનાવી રહેલા કોર્પોરેશનને લાગુ પડે છે. મહા પાલિકાના સત્તાધીશો દ્વારા આરઆરબી વિભાગની જગ્યામાં આવેલા ફાયર બ્રિગેડમા જ નવું કોર્પોરેશનનું બિલ્ડીંગ બનાવવામાં આવી રહ્યું છે, તે પણ કોઈપણ પ્રકારની મંજૂરી વિના. પાટનગરમાં રહેતા લોકોને નાનો વેપાર ધંધો કરવો હોય તો પણ ધંધો કરવા માટે પ્રમાણપત્ર લેવું પડે છે અને જો તે પ્રમાણપત્ર ના મેળવો તો કોર્પોરેશનના અધિકારીઓ નાના વેપારીને ચૂંથી નાખે છે. પરંતુ ફાયર બ્રિગેડની જગ્યામાં મંજૂરી વિના બનાવવામાં આવી રહ્યા હતા, બિલ્ડિંગની કોઈ કાંકરી ખેરવી શકે તેમ નથી.
બિલ્ડીંગનો કોઈ નકશો બનાવવામાં આવ્યો નથી. જ્યાં બિલ્ડીંગ બનાવાઈ રહી છે, તેની જગ્યાની માલિકી સરકારની છે. ત્યારે સંલગ્ન વિભાગ દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો છે કેમ ?. સેક્ટર 17 ગ્રીન ઇન્સ્ટિટ્યૂશનલ ઝોન જાહેર કરેલો છે, જીડીસીઆર એક્ટ મુજબ 10 મીટરથી વધારે ઉંચાઈ વાળુ બિલ્ડીંગ બનાવી શકાતું નથી. પરંતુ કોર્પોરેશન દ્વારા તો 14 મીટર કરતા વધુ બિલ્ડિંગ તાણી બાંધવામાં આવ્યું છે, ત્યારે આ બાબતની પરવાનગી લેવામાં આવી છે કે ? કેમ વિપક્ષ નેતાએ કરેલા સવાલોને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.