ETV Bharat / state

પાટનગરમાં 2020 સુધી પાણીના મીટર લાગી જશે, 241 કરોડ મંજૂર કરાયા - ગાંધીનગર

ગાંધીનગર: શહેરમાં મીટર મુકીને 24 કલાક પાણી આપવાની યોજના નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા, તે સમયે કાગળ પર ચીતરવામાં આવી હતી. પરંતુ હવે વર્ષ 2020ના અંત સુધીમાં તેનો અમલ થઇ જવાની શક્યતા છે. મુખ્યપ્રધાન દ્વારા 241 કરોડના ખર્ચની આ યોજનાને મહાપાલિકાના મેયર અને કમિશ્નર તથા શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને તેને અંતિમ મંજુરી આપી દેવાઇ છે.

પાટનગરમાં 2020ના અંત સુધી પાણીના મીટર લાગી જશે
author img

By

Published : Sep 5, 2019, 2:54 PM IST

ગાંધીનગર વાસીઓને 24 કલાક પાણી મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા એક્શન પ્લાન ત્યાર કરી દેવામાં આવ્યો છે. જો કે, ગાંધીનગરવાસીઓને 24 કલાક પાણીની સાથે પોતના ઘરે પાણીના મિટર પણ લગાવવા પડશે. જેથી ગાંધીનગર વાસીઓ ખોટી રીતે પાણીનું બગાડ ના કરી શકે. ઉલ્લેખનીય છે કે, આ યોજના સંબંધે જમીન પરની કામગીરી આગામી ફેબ્રુઆરી, માર્ચ મહિનાથી શરૂ થઇ શકશે. અમલ થવાની સાથે રહેવાસીઓનો પાણીનો ખર્ચ બેવડાઇ જવાનો છે. પરંતુ 17 મીટરની ઉંચાઇ સુધી મતલબ કે 3જા અને 4થા માળ સુધી પુરા ફોર્સથી પાણી પહોંચાડવાનું આયોજન કરાશે.

પાણી વિતરણનું તમામ વ્યવસ્થાપન અને વહિવટ હાલમાં પણ પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવે છે. પરંતુ 24 કલાક પાણી મીટર મુકીને આપવાની ગંજાવર ખર્ચની યોજના મહાપાલિકા અંતર્ગત સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સમાવવામાં આવી છે. પાણીનો પર્યાપ્ત જથ્થો તો નર્મદા કેનાલ આધારિત ઉપલબ્ધ છે, પરંતુ દિવસે કે રાત્રે કોઇપણ ક્ષણે 17 મીટરની ઉંચાઇ સુધી પાણી પહોંચાડવા માટે જરૂરી તમામ ઇજનેરી વ્યવસ્થા નવેસરથી ઉભી કરવાની થશે. તેમાં સમગ્ર મહાપાલિકા વિસ્તારમાં પાઇપ લાઇન નેટવર્ક અપગ્રેડ કરવાની સાથે સરિતા ઉદ્યાન અને ચરેડી વોટર વર્કસ પર નવી ઉંચી ટાંકીઓ અને પમ્પિંગ સ્ટેશન પણ નવા બાંધવાનું અનિવાર્ય બનશે.

પાટનગરમાં 2020ના અંત સુધી પાણીના મીટર લાગી જશે

પાણીનું બિલ વર્ષે 1200 રૂપિયા જેટલું આવશે.નગરમાં 50 મીટરથી લઇને 300 મીટરથી વધુના બાંધકામ આધારે દર નિયત છે. પરંતુ 81થી 90 મીટર, 135થી 200 મીટરના મકાન વધુ છે. તેનું સરેરાશ બિલ રૂપિયા 333થી 795 આવે છે. પરંતુ 20 હજાર લીટર પાણી રૂપિયા 100 અને ત્યારબાદ દર હજાર લીટરના 10 વસુલાશે. મહિને 30 હજાર લીટર વપરાશ એક પરિવારનો ગણતા મહિને 200 ચૂકવવાના થશે. સ્માર્ટ સિટી હેઠળની આ યોજના અંતર્ગત સોસાયટી કે, સેક્ટરના વિભાગ દીઠ નહીં પરંતુ દરેક ઘરે પાણીના મીટર મુકવામાં આવશે. પરિણામે પરિવાર પાણીના વપરાશનું મેનેજમેન્ટ કરી શકશે. જેના કારણે કયા ઘરમાં કેટલું પાણી વપરાય છે. તેનો સીધો અંદાજ લગાવી શકાશે. હાલ સરકારી આવાસમાં મફતના ભાવે પાણી અપાય છે, ખાનગી આવાસ પાસેથી ક્ષેત્રફળ આધારિત પાણી અને ગટર વેરો વસૂલાય છે. અંદાજે 55 હજારથી વધુ મિલકતની કુલ આવક 3 કરોડ જેવી થાય છે. તે વધીને 21 કરોડ પર પહોંચવાનો અંદાજ છે.

Intro:હેડલાઈન) પાટનગરમાં 2020ના અંત સુધી પાણીના મીટર લાગી જશે, 241 કરોડ મંજુર

ગાંધીનગર,

ગાંધીનગર શહેરમાં મીટર મુકીને 24 કલાક પાણી આપવાની યોજના નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, તે સમયે કાગળ પર ચીતરવામાં આવી હતી. પરંતુ હવે વર્ષ 2020ના અંત સુધીમાં તેનો અમલ થઇ જવાની શક્યતા છે. મુખ્યમંત્રી દ્વારા 241 કરોડના ખર્ચની આ યોજનાને મહાપાલિકાના મેયર અને કમિશનર તથા શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને તેને અંતિમ મંજુરી આપી દેવાઇ છે. Body:હવે ગાંધીનગર વાસીઓને 24 કલાક પાણી મળી રહે તે માટે રાજય સરકાર દ્રારા એક્શન પ્લાન ત્યાર કરી દેવામાં આવ્યો છે જૉ કે ગાંધીનગર વાસીઓને 24 કલાક પાણી ની સાથે પોતના ઘરે પાણીના મિટર પણ લગાવવા પડશે જેથી ગાંધીનગર વાસીઓ ખોટી રીતે પાણી ની બગાડ ના કરી શકે ઉલ્લેખનીય છે કે આ યોજના સંબંધે જમીન પરની કામગીરી આગામી ફેબ્રુઆરી, માર્ચ મહિનાથી શરૂ થઇ શકશે. અમલ થવાની સાથે રહેવાસીઓનો પાણીનો ખર્ચ બેવડાઇ જવાનો છે. પરંતુ 17 મીટરની ઉંચાઇ સુધી મતલબ કે 3જા અને 4થા માળ સુધી પુરા ફોર્સથી પાણી પહોંચાડવાનું આયોજન કરાશે. પાણી વિતરણનું તમામ વ્યવસ્થાપન અને વહિવટ હાલમાં પણ પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવે છે. પરંતુ 24 કલાક પાણી મીટર મુકીને આપવાની ગંજાવર ખર્ચની યોજના મહાપાલિકા અંતર્ગત સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સમાવવામાં આવી છે.પાણીનો પર્યાપ્ત જથ્થો તો નર્મદા કેનાલ આધારિત ઉપલબ્ધ છે, પરંતુ દિવસે કે રાત્રે કોઇપણ ક્ષણે 17 મીટરની ઉંચાઇ સુધી પાણી પહોંચાડવા માટે જરૂરી તમામ ઇજનેરી વ્યવસ્થા નવેસરથી ઉભી કરવાની થશે. તેમાં સમગ્ર મહાપાલિકા વિસ્તારમાં પાઇપ લાઇન નેટવર્ક અપગ્રેડ કરવાની સાથે સરિતા ઉદ્યાન અને ચરેડી વોટર વર્કસ પર નવી ઉંચી ટાંકીઓ અને પમ્પિંગ સ્ટેશન પણ નવા બાંધવાનું અનિવાર્ય બનશે.Conclusion: પાણીનું બિલ વર્ષે 1200 રૂપિયા જેટલું આવશે
નગરમાં 50 મીટરથી લઇને 300 મીટરથી વધુના બાંધકામ આધારે દર નિયત છે. પરંતુ 81થી 90 મીટર, 135થી 200 મીટરના મકાન વધુ છે. તેનું સરેરાશ બિલ રૂ.333થી 795 આવે છે. પરંતુ 20 હજાર લીટર પાણી રૂ.100 અને ત્યારબાદ દર હજાર લીટરના 10 વસૂલાશે. મહિને 30 હજાર લીટર વપરાશ એક પરિવારનો ગણતા મહિને 200 ચૂકવવાના થશે.સ્માર્ટ સિટી હેઠળની આ યોજના અંતર્ગત સોસાયટી કે સેક્ટરના વિભાગ દીઠ નહીં પરંતુ દરેક ઘરે પાણીના મીટર મુકવામાં આવશે. પરિણામે પરિવાર પાણીના વપરાશનું મેનેજમેન્ટ કરી શકશે. જેના કારણે કયા ઘરમાં કેટલું પાણી વપરાય છે તેનો સીધો અંદાજ લગાવી શકાશે.હાલ સરકારી આવાસમાં મફતના ભાવે પાણી અપાય છે, ખાનગી આવાસ પાસેથી ક્ષેત્રફળ આધારિત પાણી અને ગટર વેરો વસૂલાય છે. અંદાજે 55 હજારથી વધુ મિલકતની કુલ આવક 3 કરોડ જેવી થાય છે. તે વધીને 21 કરોડ પર પહોંચવાનો અંદાજ છે.

બાઈટ

દેવેન્દ્રસિંહ ચાવડા

ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, મહાપાલિકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.