ગાંધીનગર : વર્ષ 2018માં ધનતેરસના દિવસે સચિવાલયમાં મોડી રાત્રે અને વહેલી (leopard spotted in Gandhinagar) સવારે દીપડો પ્રવેશ્યો હતો. જ્યાંથી મુખ્યપ્રધાન સચિવાલયમાં પ્રવેશે છે તેજ ગેટથી દીપડો આ પ્રવેશ્યો હતો. તેની જાણ થતાં તાત્કાલિક ધોરણે તમામ સરકારી કર્મચારીઓને સચિવાલય બહાર રહેવાની ફરજ પડી હતી, ત્યારે આજે ફરીથી વહેલી સવારે અને મોડી રાત્રે એક દીપડો જોવા મળ્યો છે. જે પોલીસ કર્મચારીને જોવા મળતા તાત્કાલિક ધોરણે વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગની ચાર જેટલી ટીમ દીપડાનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. (Leopard at night in Gandhinagar)
મોડી રાત્રે જોવા મળ્યો દીપડો વન વિભાગના ડોક્ટર ચંદ્રેશકુમાર સાંન્દ્રએ જણાવ્યું હતું કે, ગત મોડી રાત્રે પોલીસ વિભાગના એક જવાનને દીપડો દેખાયો હતો અને તેની જાણ વન વિભાગના કરાઈ હતી. ત્યારે તાત્કાલિક ધોરણે અમે વહેલી સવારથી જ સંસ્કૃતિ કેન્દ્રની આસપાસના જંગલોમાં ચારથી પાંચ ટીમ સાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ દીપડો બનાસકાંઠાના જેસોર અભયારણ્યમાંથી આવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે. (VVIP Road leopard spotted)
આ પણ વાંચો નવસારીમાં અચાનક દીપડાના દર્શન થતા લોકોમાં ફફડાટ, જુઓ વીડિયો
સાબરમતી નદી દીપડા માટેનો કોરીડોર દીપડો ગાંધીનગરમાં કઈ રીતે પ્રવેશે છે તે બાબતે DCF ચંન્દ્રેશકુમાર સાંન્દ્રએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાથી ગાંધીનગર સુધીની સાબરમતી નદીનો કિનારોએ દીપડા માટેનો કોરિડોર ગણવામાં આવે છે. સામાન્ય રીતે દીપડા આવતા નથી પણ આ છેલ્લા 4 વર્ષમાં બીજી વખત ઘટના બની છે, ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં સચિવાલયમાં દીપડો દેખાયો હતો અને ત્યારબાદ એને સર્ચ ઓપરેશન કરીને પાંજરે પૂરવામાં આવ્યો હતો જ્યારે આજે 4 જેટલી ટીમ સર્ચ ઓપરેશનમાં લાગી છે. (Gandhinagar Forest department search operation)
આ પણ વાંચો તનખલા ગામે વન વિભાગની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો
રાજભવનની ફક્ત 1 કિલોમીટરનું અંતર પોલીસ કર્મચારીને ગાંધીનગરના VVIP રોડ પર આવેલા સંસ્કૃતિ કેન્દ્ર પાસે દીપડો જોવા મળ્યો હતો. તેમજ વિગતવાર જો વાત કરવામાં આવે તો રાજભવનથી માત્ર એક કિલોમીટરના અંતરે જ આ દીપડો જોવા મળ્યો છે. સાથે જ રાજભવનની પાછળ બોરીજ ગામ આવેલું છે અને બોરીજ ગામની પાછળ જ સાબરમતી નદીની કોતરો પણ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ દીપડો ત્યાંથી આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લાગી રહ્યું છે. (Leopards near Cultural Center of Gandhinagar)