ETV Bharat / state

Budget Session 2023: વાહ નેતાજી! લોકોને જાગૃત કરવા ધારાસભ્ય ઈલેક્ટ્રિક સ્કૂટર લઈને પહોંચ્યા વિધાનસભા - ગુજરાત વિધાનસભાના સત્ર

ગુજરાત વિધાનસભાના બજેટના પ્રથમ દિવસે ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. કારણ કે, તેઓ ઈલેક્ટ્રિક વ્હીકલ લઈને વિધાનસભા પહોંચ્યા હતા. આ રીતે તેમણે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો.

Budget Session 2023: વાહ નેતાજી! લોકોને જાગૃત કરવા ધારાસભ્ય ઈલેક્ટ્રિક સ્કૂટર લઈને પહોંચ્યા વિધાનસભા

author img

By

Published : Feb 23, 2023, 9:04 PM IST

નેતાજીએ ખેંચ્યું સૌનું ધ્યાન

ગાંધીનગરઃ 15મી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી (બુધવારે) પ્રારંભ થયો છે. ત્યારે પહેલા દિવસે ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 રજૂ કર્યું હતું. તો આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ સંબોધન કર્યું હતું. ત્યારે આજે દિવસભર વિધાનસભાની અંદર અને બહાર અનેક એવી પ્રવૃત્તિઓ થઈ, જેના પર સૌની નજર ગઈ હતી. જોકે, આમાંથી પણ સૌથી વધારે ધ્યાન ભાજપના વેજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અમિત ઠાકર ઈલેક્ટ્રિક સ્કૂટર લઈને વિધાનસભા પહોંચતા તેમણે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. સાથે જ તેમણે ઈલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરવા લોકોને સંદેશ આપ્યો હતો.

આ પણ વાંચોઃ Budget Session: વિધાનસભામાં પહેલી વાર રાજ્યપાલના પ્રવચનમાં કોઈ વિરોધ નહીં, વિપક્ષ મોઢું બંધ રાખીને સરકારની વાહવાહી સાંભળતું રહ્યું

કાર્બન એમિશનનો લક્ષ્યાંક વર્ષ 2030 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંકઃ ધારાસભ્ય અમિત ઠાકર જણાવ્યું હતું કે, આજે વિશ્વ સામે સૌથી મોટી સમસ્યા કલાઈમેન્ટ ચેન્જની છે. વિશ્વએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેમ્પિયન ઑફ ધ અર્થ તરીકે નવાઝ્યા છે. તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આ પ્રયાસો શરૂ કર્યા હતા. આજે તેઓ વડાપ્રધાન છે ત્યારે પણ આ પ્રયાસ ચાલુ છે. તો કાર્બન એમિશનના લક્ષ્યાંકને વર્ષ 2030 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે.

  • ભારત @PMOIndia શ્રી @narendramodi જીને વિશ્વએ "ચેમ્પિયન ઓફ ઘ અર્થ" તરીકે નવાઝ્યા છે. મોદીજીના દ્રઢ નિર્ણાયક સંકલ્પ સાથે દેશ રીન્યુએબલ એનર્જીનો વર્ષ ૨૦૩૦ સુધીમાં મહત્તમ વપરાશ કરશે.

    વિધાનસભા સત્રના પ્રથમ દિવસે બેટરી સંચાલીત સ્કૂટર ચલાવીને વિધાનસભા પહોંચ્યો. #RenewableEnergy pic.twitter.com/QCfj3dfLP9

    — Amit Thaker (@AmitThakerBJP) February 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઈલેક્ટ્રીક વ્હીકલમાં સબસિડી મળશેઃ ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકાર આ દિશાની અંદર ખૂબ લોકોને ઉપયોગી થાય તેવા પગલાં લઈ રહી છે. તેવામાં આ દિશામાં પ્રદૂષણ નિયંત્રણ એ ક્લાઈમેટ ચેન્જની લડાઈમાં મહત્વનો પરિબળ છે. અત્યારે જે વાહનો થકી થતા ધૂમાડાથી પ્રદૂષણ મોટા પ્રમાણમાં થાય છે. આ પ્રદૂષણ નિયંત્રણમાં આવે તેવા આશયનો આ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રજાને પણ ઈલેક્ટ્રીક વ્હીકલ માટે સબસિડી પણ મળી રહી છે.

આ પણ વાંચોઃ Modhwadia alleges Government: સરકારે રજૂ કરેલું જાહેર પરીક્ષા બિલ ભૂલ ભરેલું, કૉંગ્રેસે આક્ષેપ કરતા સૂચવ્યા સુધારા

વધુમાં વધુ ઈલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ થાય તે જરૂરીઃ ગુજરાત વિધાનસભાના સત્રના વિધિવત્ પ્રથમ દિવસે એક ઈલેક્ટ્રિક વ્હીકલ લઈને અહીંયા આવવાનો એક અલગ પ્રયોગ કરવામાં આવ્યો છે. રાજ્યની જનતા પણ ઈલેક્ટ્રિક વ્હીકલ વધુને વધુ ઉપયોગ કરે તેવો સંદેશો આપવાનો પ્રયત્ન કરે છે, જેથી દુનિયામાં ચાલી રહેલી ક્લાઈમેન્ટ ચેન્જ મોટી સમસ્યામાં પણ આપણે થોડુંક સહયોગ કરી શકીએ. તેમ જ આગામી પેઢીને પણ એક આપણે સારું પ્રદૂષણમુક્ત વાતાવરણ આપી શકે તેવો એક મેં નાનકડો પ્રયાસ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.