- 17 એસોસિએશનની મીટિંગ યોજાઈ હતી
- તમામ લોકોએ લોકડાઉન માટે સહમતી આપી
- સરકાર નહીં લોકો જ લઈ રહ્યા છે નિર્ણય
ગાંધીનગર : જિલ્લાના કલોલ તાલુકામાં શુક્રવારથી 4 મે સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ દિવસના લોકડાઉન માટે તંત્રએ કરેલી અપીલને સૌ કોઈ વેપારી મંડળે સહમતી આપી હતી. લોકડાઉન મામલે કલોલના 17 એસોસિએશનો જોડાયા હતા અને તેમને આ લોકડાઉન કરવા માટે પોતાનો સહયોગ પણ આપ્યો હતો. કોરોનામાં વધી રહેલા સંક્રમણને જોતા ગાંધીનગરમાં અલગ- અલગ એરિયા, તાલુકાઓમાં ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન પાળવામાં આવી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ તંત્ર પણ સામેથી અપીલ કરી રહ્યું છે. જેમાં મામલતદાર, ટીડીઓ સહિતના લોકો અપીલ કરી રહ્યા છે. લોકો પણ કોરોનાની સ્થિતિને જોતા લોકડાઉન પાળવા અંગે તૈયાર થઈ રહ્યા છે.
આ પણ વાંચો : ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 7,803 દર્દીએ કોરોનાને માત આપી
કલોલ ના વેપારી એસોસીએશન તેમજ અધિકારીઓની મીટીંગ લોકડાઉન મામલે યોજાઇ હતી
કલોલમાં લોકડાઉન પાંચ દિવસનું પાડવાને લઈને કલોલના વેપારી એસોસીએશનની મીટીંગ યોજાઈ હતી. જેમાં પ્રાંત અધિકારી એ.ડી.જોષી મામલતદાર બી.આર.પટેલ, પાલિકા પ્રમુખ ઉર્વશી બેન પટેલ તેમજ પી આઈ કે.કે. દેસાઇ વગેરે મિટિંગમાં હાજર રહ્યા હતા 17 એસોસિયેશન લોકડાઉન અંગે સહમતિ દર્શાવી હતી. લોકડાઉન જાહેર કરાયું છે તેમાં કાપડ બજાર મહાજન એસોસિયેશન, સોના-ચાંદી બજાર અસોસિએસન, વાસણ બજાર એસોસિયેશન, કટલેરી એન્ડ પ્રોવિઝન બજાર એસોસિયેશન, ફૂટવેર ચપ્પલ બજાર એસોસિયેશન, પાન મસાલા હોલસેલ બજાર એસોસિયેશન, લગેજ બેગ તેમજ અને બ્યુટી પાર્લર એસોસિએશન, મીઠાઈ અને ફરસાણ વેપારી એસોસીએશન વગેરે આ મિટિંગમાં જોડાયા હતા જેમણે લોકડાઉન અંગે સહમતિ દર્શાવી હતી.
આ પણ વાંચો : રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: 20 શહેરો ઉપરાંત 9 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ
પાંચ દિવસ પછી પણ સવારે સાતથી બપોરના બે વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે
પાલિકાના ભારતમાતા હોલમાં યોજાયેલી બેઠકમાં લોકડાઉન અંગેનો નિર્ણય લેવાયો હતો. પરંતુ પાંચ દિવસના લોકડાઉન બાદ પાંચમીથી દુકાનો સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વેપારી એસોસિયેશન માનવું હતું કે કોરોના સંક્રમણની ચેન તોડવા માટે પાંચ દિવસ સુધી તમામ બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લામાં સમગ્ર જગ્યાએ સઘન પેટ્રોલીંગ ચાલી રહયું છે ત્યારે. આવતી કાલથી કલોલમાં લોકડાઉન છે ત્યારે પોલીસે આજે રિહર્સલ કર્યું હતું.