આરોગ્ય વિભાગની નિષ્ક્રિય કામગીરીના કારણે રાજ્યમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. લોકો ભંયકર બીમારીઓથી પીડાઈ રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. રાજ્યમાં તાવના કુલ 49,414 કેસો નોંધાયા છે. સૌથી વધુ દાહોદ જિલ્લામાં 3643 તાવના કેસ અને સૌથી ઓછા ગાંધીનગર જિલ્લામાં 60 કેસ નોંધાયા છે.
ઉપરાંત તાવમાં ગંભીર રીતે શિકાર થયા હોય તેવા 754 કેસ રાજ્યભરમાં નોંધાયા છે. તો મધ્યમ પ્રકારના 48, 660 અને સામાન્ય તાવમાં 8926 દર્દી નોંધાયા છે.
શહેર જિલ્લા પ્રમાણે આંકડાકીય માહિતી
- બનાસકાંઠા 3053
- અમદાવાદ 2402
- અમદાવાદ ગ્રામ્ય 1315
- સુરત 2224
- આણંદ 2204
- ખેડા 2136
- મહેસાણા 1952
- ભાવનગર 1952
- વલસાડ 1724
- વડોદરા 1622
- સાબરકાંઠા 1522
- પંચમહાલ 1360
- કચ્છ 1349
- નવસારી 1323
- અમરેલી 1307
- રાજકોટ 1302
- ગાંધીનગર જિલ્લો 1243
- સુરેન્દ્રનગર 1227
- પાટણ 1102
- ગીર સોમનાથ 1083
- ભરૂચ 1061
- જૂનાગઢ 1052
- અરવલ્લી 1013
- સુરત જિલ્લા 937
- મહીસાગર 923
- તાપી 839
- છોટા ઉદેપુર 806
- બોટાદ 747
- જામનગર 693
- દ્વારકા 630
- પોરબંદર 529
- જામનગર 508
- બરોડા 498
- રાજકોટ શહેર 491
- ડાંગ 293
- ભાવનગર મનપા 240
- જૂનાગઢ મનપા 126
- ગાંધીનગર મનપા 60
- દાહોદ 3643
રાજ્યમાં રોગચાળાને નાથવા માટે મંગળવાર રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં રાજ્યમાં થયેલા રોગચાળા અંગેની તમામ માહિતી અધિકારીઓ પાસેથી લેવામાં આવી હતી. પરંતુ આ માહિતી અધિકારીઓ દ્વારા ખોટી અપાઈ હોવાનું પણ ચર્ચા થઈ હતી. રાજ્યમાં ચોમાસા બાદ રોગચાળાનું પ્રમાણ વધ્યું છે જેમાં તાવના કુલ 49,414 કેસો નોંધાયા છે.