સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની ત્રણ વર્ષે બદલી કરવાનો નિયમ છે. પરંતુ આ નિયમનો ઉપયોગ કેટલાક ગણતરીના અધિકારીઓ સામે જ કરવામાં આવે છે. આમ, કર્મચારીઓમાં થતાં ભેદભાવથી તેઓમાં ભારે અસંતોષ જોવા મળતો હતો. ત્યારે પાઠ્યપુસ્તક મંડળમાં થયેલાં કૌભાંડ કારણે બદલીના પડઘા પડતાં કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવતા આર.એચ નાયકને કોઈપણ કારણોસર બદલવામાં આવતા નહતા. પરંતુ આ કૌભાંડ બાદ એકાએક તેમની બદલી કરવામાં આવી છે. હવે તેઓ સેક્ટર 25 ગોડાઉન ખાતે ફરજ બજાવશે. આમ, 25 વર્ષ બાદ અચાનક બદલી થતાં અનેક તર્ક વિતર્કો ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે વર્ષોથી અન્યાયનો ભોગ બનેલા કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે.
તો બીજી તરફ, જાગીર શાખામાં ફરજ બજાવતા સિનીયર પાર્ક એન.પી.ભાટીને પણ સેક્ટર 25 ગોડાઉનમાં આવેલા સેલ્સ વિભાગમાંથી બદલી કરાઈ છે. તેમજ 8 કાયમી કર્મચારીઓની અને 10 આઉટસોર્સના કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, 42 લાખના પુસ્તકોની ચોરીમાં ફરિયાદી બન્યા છે. તેવામાં વહીવટી અધિકારી સી.એસ ગામેતીને સેક્ટર 25 ગોડાઉનના ગોડાઉનના મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, ભાજપ સરકારમાં એક જગ્યાએ છેલ્લા 25 વર્ષથી ચીપકી રહેલા કર્મચારીઓને પુસ્તકની ચોરી બાદ બદલવામાં આવતા સમગ્ર ઓફિસમાં ખળભડાટ મચ્યો છે. ત્યારે રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના મહામંત્રી ડૉ.કમલેશ પરમારે આ અંગે જણાવ્યું હતું કે,"અમારી વર્ષો જૂની માગનું નિરાકરણ આવ્યું છે. ત્યારે અમારું કર્મચારી મંડળ નિયામક, ડાયરેક્ટરનો આભાર વ્યક્ત કરે છે."