પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા ધારાસભ્યોનો યોજાયો શપથવિધિ કાર્યક્રમ
8 ધારાસભ્યોએ લીધા શપથ
શપથ બાદ વિધાનસભા ગૃહમાં ભાજપની કુલ સભ્ય સંખ્યા 111 થઈ
ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. નોંધનીય છે કે સીએમ વિજય રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભામાં ૧૧૧ બેઠકોના અંક ઉપર પહોંચી છે. આ શપથવિધિ કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, સંસદીય બાબતોના પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા,ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, દંડક પંકજ દેસાઈ અને મંત્રીમંડળના સભ્યો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ આઠ બેઠકો જીતીને વિજયપતાકા લહેરાવી છે.
પેટા ચૂંટણી જીતેલાં 8 ધારાસભ્યોની શપથવિધિ સંપન્ન: ભાજપનું સભ્યબળ 111 અને કોંગ્રેસનું 65 થયું - ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં વિજયી થયેલા ભાજપના આઠ નવ નિર્વાચિત ધારાસભ્યોની શપથવિધિ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. ગુજરાત વિધાન સભા ખાતે યોજાયેલી આ શપથવિધિમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ નવા ચૂંટાયેલા આઠ ધારાસભ્યોને વિજયમૂર્હુતમાં હોદ્દાના શપથ લેવડાવ્યાં હતાં.