ગાંધીનગર : એક તરફ કોરોના વાયરસનો કહેર સતત વધતો જોવા મળી રહે છે. બીજી તરફ રાજ્ય અને આર્થિક નુકસાન પણ ભોગવવું પડે તેવી સ્થિતિ નિર્માણ થાય છે. ત્યારે સરકાર દ્વારા ધીમે ધીમે રાજ્યનું અર્થતંત્ર પાટા ઉપર ચડે તે માટે આજે 20 એપ્રિલથી સરકારી કચેરીઓ સહિત માર્કેટ યાર્ડ અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. ત્યારે આજથી સચિવાલયમાં 33 ટકા કર્મચારીઓની હાજરી જોવા મળતી હતી. એક મહિના કરતા વધુ સમયથી બંધ રહેલી કચેરીઓમાં આજથી પ્રાણ ફૂંકાયા હતા. આ સાથે સ્વર્ણિમ સંકુલ 1 માં આવેલી ચેમ્બરમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ હાજર રહીને કામગીરી શરૂ કરી હતી.
કોરોનાની દહેશત અને લૉકડાઉનના સન્નાટા વચ્ચે સચિવાલયમાં શરુ થયું કામ - શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
સમગ્ર દેશમાં લોકડાઉન બીજો તબક્કો ચાલી રહ્યો છે. 3 મે સુધી લોકડાઉન અમલમાં રહેશે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી કચેરીઓ 33 ટકા હાજરી સાથે ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આજથી વર્ગ 1 અને 2 ના કર્મચારીઓ સચિવાલયમાં જોવા મળ્યા હતા. એક મહિના કરતાં વધુ સમયથી બંધ પડેલી કચેરીઓમાં કર્મચારીઓને હાજરી જોવા મળતી હતી. જ્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કામગીરીનો આરંભ કર્યો હતો.