ETV Bharat / state

શિક્ષણ વિભાગ હવે દર શનિવારે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓને weekly લર્નિંગ મટીરીયલ પુરુ પાડશે - Department of Education

કોરોના વાઇરસના કારણે સમગ્ર રાજ્યમાં શાળાઓ બંધ છે. ત્યારે વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસની તક મળી રહે તેવા હેતુ સાથે શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત હવે દર શનિવારે ધોરણ 3 થી 8 ના બાળકો માટે weekly લર્નિંગ મટીરીયલ અંતર્ગત જરૂરી સાહિત્ય સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવશે.

શિક્ષણ વિભાગ
શિક્ષણ વિભાગ
author img

By

Published : Mar 29, 2020, 7:42 PM IST

ગાંધીનગર : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યના સીઆરસી ,બીઆરસી દ્વારા વોટ્સએપના માધ્યમથી જ્યારે વિદ્યાર્થીઓને આ અભ્યાસ સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ વાલીઓના માર્ગદર્શન સાથે તેનો ઉપયોગ કરે તે ખૂબ જરૂરી છે. આ સાહિત્યના ઉપયોગના કારણે રજાઓના દિવસોમાં પણ વિદ્યાર્થીઓને અભ્યાસની તક મળી રહેશે. 28 માર્ચથી શરૂ કરી આગામી દિવસોમાં ચારથી પાંચ શનિવારે ક્રમિક રીતે આ weekly લર્નિંગ મટીરીયલ આપવામાં આવશે. જે શનિવારે આ સાહિત્ય આપવામાં આવશે. તેના પછીના શનિવાર સુધીમાં તેનું તમામ કામ પૂર્ણ થાય તેવો પ્રયાસ કરવાનો રહેશે.

જેથી આગળના શનિવારના અભ્યાસમાં આગળ વધી શકાય. વિદ્યાર્થીઓને આ દિવસોમાં ઘરે બેઠા શૈક્ષણિક અભ્યાસની તક મળી રહેવાથી આગામી શૈક્ષણિક વર્ષમાં એટલે કે, જૂન 2020 થી બાળક જે ધોરણમાં આવવાનું છે. તે ધોરણ મુજબનું સાહિત્ય અને તેનો અભ્યાસ અત્યારથી જ થઈ ગયો હોવાથી આગામી સમયમાં તે નવા ધોરણમાં વિદ્યાર્થી સરળતાથી જોડાઈ શકશે. અભ્યાસના આ સમયમાં વાલી પોતાના સંતાનોને સંપૂર્ણ સહયોગ આપે તેવી શિક્ષણ મંત્રીશ્રીએ વાલીઓને પણ અપીલ કરી છે .વાલીઓ ઉપરાંત શિક્ષક સમુદાય પણ આ અંગે નેતૃત્વ લઇને વોટ્સએપના માધ્યમથી આ અભિયાનનું સતત મોનિટરિંગ કરશે.

આ ઉપરાંત વાલીઓ તથા બાળકોને માર્ગદર્શન આપશે અને આ સૌના સહકારથી રાજ્યના પ્રાથમિક શાળામાં ભણતા બાળકોનું ભણતર ખૂબ જ આગળ વધે તેવા પ્રયાસો કરવામાં આવશે. હાલમાં ટીવી ચેનલના માધ્યમથી પણ બાળકોને શિક્ષણ આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ઉપરાંત સોશિયલ મીડિયા- વોટ્સએપના માધ્યમથી વોટ્સએપના માધ્યમથી ધોરણ 1થી 10ના પાઠ્યપુસ્તકની બુક આપવાનો પણ પ્રયાસ કરાયો છે. આ પાઠ્યપુસ્તક મંડળની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. આ પ્રયાસો ઉપરાંત હવે weekly લર્નિંગ મટિરિયલના પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ અભ્યાસની તક મળી રહેશે. તેમજ આગામી શૈક્ષણિક સત્રમાં વધુ શૈક્ષણિક સજ્જતા સાથે વિદ્યાર્થી આગળના ધોરણમાં પ્રવેશ મેળવી શકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.