ETV Bharat / state

ETV Impact: પાઠ્યપુસ્તકની ચોરી મામલે આખરે ફરિયાદ દાખલ

ગાંધીનગર: ગાંધીનગર શહેરના સેક્ટર-25માં આવેલી જીઆઇડીસીમાં પાઠ્યપુસ્તક મંડળનું ગોડાઉન આવેલું છે. જેમાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પુસ્તકો રાખવામાં આવે છે, પરંતુ આ ગોડાઉનમાંથી આશરે 42 લાખના પુસ્તકોની ચોરી થયાનું સામે આવ્યું છે. ત્રણ અધિકારીઓ સામે ચોરીનો આક્ષેપ કરતો એક નનામો પત્ર પણ વાયરલ થયો છે. ETV ભારત દ્વારા આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ETV ભારતનો રિપોર્ટ પ્રકાશિત થયા બાદ પોલીસે ગોડાઉનમાં મેનેજરની અરજીના આધારે ફરિયાદ નોંધી છે.

book
પાઠ્યપુસ્તકની ચોરી મામલે આખરે ફરિયાદ દાખલ
author img

By

Published : Dec 11, 2019, 4:00 PM IST

Updated : Dec 11, 2019, 4:24 PM IST

ગાંધીનગર શહેરના સેક્ટર-25માં આવેલા પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી એક મહિના પહેલા ધોરણ-11, 12 સાયન્સના 40,000 જેટલા પુસ્તકોની ચોરીનો બનાવ સામે આવ્યો છે, ત્યારે આ બાબતે ગોડાઉનમાં મેનેજર દ્વારા સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે અરજી આપવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી આ સમાચારને ETV ભારત દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શિક્ષણ વિભાગ અને સરકારમાં ખળભળાટ મચી ગયો હતો. આખરે સેક્ટર-21 પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પાઠ્યપુસ્તકની ચોરી મામલે આખરે ફરિયાદ દાખલ

આ અંગે ગાંધીનગર નાયબ પોલીસ અધિક્ષક એમ. કે. રાણાએ કહ્યું કે, ગોડાઉનના મેનેજર દ્વારા અરજી આપવામાં આવી હતી. પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાં 42 લાખના પુસ્તકોની ચોરી થઈ છે, ત્યારે પોલીસે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગોડાઉનમાં રાખવામાં આવતા સ્ટોક રિપોર્ટના ચોપડા સહિતની વિગતો એકઠી કરી છે. આ બાબતની તપાસ સેક્ટર-21 પોલીસ સ્ટેશનના પી.આઇ. રાઠવા કરી રહ્યાં છે. બીજી તરફ કચેરીમાં ફરજ બજાવતા અને ગોડાઉન ઉપર વોચ રાખતા ગાર્ડની પણ પૂછપરછ શરૂ કરી છે.

ETV EXCLUSIVE: ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી 42 લાખના પુસ્તકોની ચોરી

આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે કહ્યું કે, પુસ્તકો ચોરી થયા છે કે, કૌભાંડ કરવામાં આવ્યું છે, તેની તપાસ થવી જોઈએ. ગોડસેનો ઇતિહાસ રચવાવાળી ભારતીય જનતા પાર્ટી ગાંધીજીના મૂલ્યો અને ભૂલી જઈ રહી છે. રાજકોટમાં મહાત્મા ગાંધી વિદ્યામંદિરમાંથી દારૂ ઝડપાયો હતો. અગાઉ અડાલજના ગોડાઉનમાંથી પુસ્તકો ચોરી થયા હતા. નોટબંધીના સમયમાં નોટો અને ટ્રકમાં ભરીને લઇ જવામાં આવી રહી હતી તો પણ દેખાતું નહોતું. આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને સસ્પેન્ડ કરવા જોઈએ.

ગાંધીનગરથી દિલીપ પ્રજાપતિનો વિશેષ અહેવાલ

Intro:હેડલાઇન ) etv ભારત ઇમ્પેક્ટ, પાઠ્યપુસ્તકના ગોડાઉનમાંથી પુસ્તકોની ચોરી મામલે આખરે ફરિયાદ દાખલ

ગાંધીનગર,

ગાંધીનગર શહેરના સેક્ટર 25માં આવેલી આવેલી જીઆઇડીસીમાં પાઠ્ય પુસ્તક મંડળનું ગોડાઉન આવેલું છે. જેમાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પુસ્તકો રાખવામાં આવે છે. પરંતુ આ ગોડાઉનમાંથી આશરે 42 લાખના પુસ્તકો ની ચોરી થયાનું સામે આવ્યું છે. ત્રણ અધિકારીઓ સામે ચોરીનો આક્ષેપ કરતો એક નનામો પત્ર પણ વાયરલ થયો છે. Etv ભારત દ્વારા સમાચાર પહેલા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસે ગોડાઉનમાં મેનેજરની અરજીના આધારે ફરિયાદ નોંધી છે.Body:ગાંધીનગર શહેરના સેક્ટર 25માં આવેલા પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી એક મહિના પહેલા ધોરણ 11, 12 સાયન્સના 40,000 જેટલા પુસ્તકોની ચોરીનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બાબતે ગોડાઉનમાં મેનેજર દ્વારા સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે અરજી આપવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી આ સમાચારને etv ભારત દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શિક્ષણ વિભાગ અને સરકારમાં ખળભળાટ મચી ગયો હતો. આખરે સેક્ટર 21 પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Conclusion:ગાંધીનગર નાયબ પોલીસ અધિક્ષક એમ કે રાણાએ કહ્યું કે, ગોડાઉનના મેનેજર દ્વારા અરજી આપવામાં આવી હતી. પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાં 42 લાખના પુસ્તકોની ચોરી થાય છે. ત્યારે પોલીસે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગોડાઉનમાં રાખવામાં આવતા સ્ટોક રિપોર્ટના ચોપડા સહિતની વિગતો એકઠી કરી છે. આ બાબતની તપાસ સેક્ટર 21 પોલીસ સ્ટેશનના પી.આઇ રાઠવા ચલાવી રહ્યા છે. બીજી તરફ કચેરીમાં ફરજ બજાવતા અને ગોડાઉન ઉપર વોચ રાખતા ગાર્ડની પણ પૂછપરછ શરૂ કરી છે.

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે આ બાબતે કહ્યું કે, પુસ્તકો ચોરી થયા છે કે કૌભાંડ કરવામાં આવ્યું છે તેની તપાસ થવી જોઈએ. ગોડસેનો ઇતિહાસ રચવા વાળી ભારતીય જનતા પાર્ટી ગાંધીજીના મૂલ્યો અને ભૂલી જઈ રહી છે. રાજકોટમાં મહાત્મા ગાંધી વિદ્યામંદિર માંથી દારૂ ઝડપાયો હતો. અગાઉ અડાલજના ગોડાઉનમાંથી પુસ્તકો ચોરી થયા હતા. નોટબંધીના સમયમાં નોટો અને ટ્રકમાં ભરીને લઇ જવામાં આવી રહી હતી તો પણ દેખાતું ન હતું. આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને સસ્પેન્ડ કરવા જોઈએ.

બાઈટ

એમ કે રાણા, ડીવાયએસપી ગાંધીનગર

સી એસ ગામીત, પ્રમુખ પાઠ્યપુસ્તક મંડળ

વન ટુ વન વિરજીભાઇ ઠુંમર કોંગ્રેસ ધારાસભ્ય

તમામ વિઝ્યુઅલ અને bite લાઈક ઈટ થી ઉતારેલ છે
Last Updated : Dec 11, 2019, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.