ETV Bharat / state

કોરોના કાળ વચ્ચે 21 સપ્ટેમ્બરના રોજ યોજાશે ચોમાસુ સત્ર, જુઓ વિગતવાર અહેવાલ - ચોમાસા સત્રમાં પ્રશ્નોતરી રદ

કોરોના વાઇરસના સંક્રમણની વચ્ચે ચોમાસા સત્ર યોજાશે. 21 સપ્ટેમ્બરના રોજ વિધાનસભા ચોમાસુ સત્ર મળશે. કાયદા અને કોવિડ-19ની ખાસ તકેદારી રાખવામાં આવશે. આ અંગે રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિગત વાર માહિતી આપી હતી.

કોરોના કાળ
કોરોના કાળ
author img

By

Published : Sep 9, 2020, 5:38 PM IST

Updated : Sep 9, 2020, 5:46 PM IST

ગાંધીનગર : કોવિડ-19ને લઈને બજેટ સત્ર વિધાનસભા અમુક દિવસ પહેલાં જ પૂર્ણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ચોમાસા સત્રની જાહેરાત કરતા રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 21 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી વિધાનસભાનું ચોમાસુ સત્ર મળશે. જેમાં રાજ્યની શાંતિ, સલામતી અને સુરક્ષા માટેના ગુંડા એક્ટ કાયદો અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કરવામાં આવશે. જ્યારે સૌથી પહેલા દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને અંજલીનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.

21 સપ્ટેમ્બરના રોજ વિધાનસભા ચોમાસુ સત્ર મળશે

● કોવિડ-19ના સંક્રમણથી બચવા વિધાનસભામાં ટેસ્ટ થશે

કોરોના સંક્રમણ ના થાય તેના તકેદારીના ભાગરૂપે રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિધાનસભાના પ્રવેશતા મુખ્યપ્રધાન સહિત તમામ ધારાસભ્યો, પ્રધાનો, તેમના સ્ટાફના કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ, સહિચ પત્રકારોના કોવિડ-19ના ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ જ તેઓને વિધાનસભા સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે. દિલ્હી કેન્દ્ર સરકાર દ્વારા પણ તમામ સંસદ સભ્યોને સંસદમાં પ્રવેશ દરમિયાન પોતાનો ટેસ્ટ કરાવવાની ફરજિયાત સૂચના આપવામાં આવી છે અને ટેસ્ટનું સર્ટીફીકેટ બતાવ્યા બાદ જ તેઓને સંસદમાં પ્રવેશ મળશે. ત્યારે ગુજરાત વિધાનસભામાં જે લોકો પણ હશે તેમનો ફરજિયાત ટેસ્ટ કરવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

●ચોમાસા સત્રમાં પ્રશ્નોતરી રદ

પ્રદિપસિંહ જાડેજા વધુમાં જણાવ્યું હતું કે, વિધાનસભા સત્રના પ્રથમ કલાક દરમિયાન પ્રશ્નોત્તરી અંગેની ચર્ચા કરવામાં આવે છે પરંતુ આ સત્રમાં પ્રશ્નોત્તરી રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે રાજ્યના મોટાભાગના સચિવો કોરોના સંક્રમણને અટકાવવા માટે અલગ-અલગ જિલ્લામાં પોતાનું હેડકોટર બનાવીને જિલ્લા કલેક્ટર સાથે અને મ્યુનિસિપલ કમિશનર સાથે કોરોના અટકવવાનું આયોજન અને પગલાં ભરે છે. તેથી આ સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી રદ કરવામાં આવી છે. પરંતુ, જો વધુ જરૂરી જણાશે તો સતરંગી પ્રશ્નોત્તરી વિધાનસભાના અધ્યક્ષને દરખાસ્ત કરીને રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સંસદમાં પણ કેન્દ્ર સરકારે પ્રશ્નોત્તરી રદ કરી છે. ત્યારે ગુજરાત સરકાર પણ હવે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં પ્રશ્નોત્તરી કાર્ડ રદ કરવાનો નિર્ણય કર્યો છે.

● કોરોના સંક્રમણ ના થાય અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે પ્રેક્ષક ગેલેરીમાં ધારાસભ્યો બેસશે

કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા માસ્ક પહેરવું વારંવાર હાથને સેનેટાઈઝર કરવા અને સામાજિક અંતર જાળવી રાખવું ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે વિધાનસભા સત્રમાં પણ ધારાસભ્યોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે બેઠક વ્યવસ્થામાં પણ બદલાવ કરવામાં આવ્યો છે, જેમાં હવે પ્રેક્ષક ગેલેરીમાં પણ ધારાસભ્યો માટેની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે પ્રથમ વખત પ્રેક્ષક ગેલેરીમાં ધારાસભ્ય વિધાનસભા સત્ર દરમિયાન હાજર રહેશે.

● ચોમાસુ સત્રમાં ગુંડા એકટ અને લેન્ડ ગ્રેબિંગ કાયદો પસાર કરવામાં આવશે : પ્રદીપસિંહ જાડેજા

ચોમાસા સત્રની કામકાજ બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વિધાનસભાના ચોમાસુ સત્રમાં ગુંદા એક્ટ અને લેન્ડ ગ્રેબિંગ કાયદો વિધાનસભામાં પસાર કરવામાં આવશે આ કાયદાને લઈને રાજ્યમાં શાંતિ સલામતી અને સુરક્ષા નો વધુ અહેસાસ થશે કે રાજ્યમાં ગુંડાઓને ગુજરાત છોડવું પડશે જ્યારે ભૂમાફિયાઓ ખોટી જમીન ઝડપી લેવી જેવી ઘટનાઓ પર રોક લાગશે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ બંને વિધાયક રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવ તરીકે પસાર કરી દેવામાં આવ્યા છે.

Last Updated : Sep 9, 2020, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.