- સિવિલે કોરોનાના કારણે મોત થયું હોવાનું જાહેર કર્યું
- પૌત્રીના શંકાસ્પદ મોત માટે ન્યાય મેળવવા પરિવારે ગાંધીનગર કોર્ટમાં દાદ માંગી
- પરિવારનો આક્ષેપ મૃત્યુ કોરોનાથી નહીં પરંતુ બેદરકારીથી થયું
ગાંધીનગર: હસમુખભાઈ મોહનભાઈ મકવાણાની પુત્રી પ્રિયંકા જેની ઉંમર 18 વર્ષની હતી. જેના પગ પર 17 મેના રોજ રસોઈ બનાવતી વખતે ગરમ તેલ ઢોળાતા તે દાઝી ગઇ હતી, જેથી તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે તપાસ કરી અને દવાઓ આપી પરિવારને ઘરે લઈ જવા કહ્યું હતું. એ પછી 27 મેના રોજ અચાનક તે બેભાન થઈ ગઈ જેથી ફરીથી સિવિલ હોસ્પિટલ લઇ ગયા અને તેની સારવાર શરૂ કરાવી જ્યાં થોડા દિવસમાં જાણ થઇ હતી કે, તે મૃત્યુ પામી છે. પરિવારનો આક્ષેપ છે કે, તેનું મૃત્યુ કોરોનાથી નહીં પરંતુ બેદરકારીથી થયું છે. પ્રિયંકાના દાદા મોહનભાઈ માધાભાઈ મકવાણા કે જેઓ ઇન્દિરા નગર છાપરા વિસ્તાર, સેક્ટર 24માં રહે છે. જેમને કોર્ટમાં ન્યાય માટે દાદ માગી છે.
સિવિલના ડોક્ટરે કહ્યું, દવાના વધુ ડોઝના કારણે તમારી દીકરી બેભાન થઈ ગઈ છે
પ્રિયંકાના દાદા એવા મોહનભાઇ મકવાણાએ કરેલી દાદમાં જણાવ્યા અનુસાર, તેને બીજીવાર લાઇ ગયા ત્યારે સિવિલના 7માં માળે દાખલ કરવામાં આવી હતી. દાખલ કર્યા બાદ તેના માતા-પિતા અને કોઇપણ સગા સંબંધીને મળવા દીધા ન હોતા. 28 મેના રોજ રાતના સમયે ડોક્ટર સાથે મૌખિક વાત થઈ હતી, ત્યારે જણાવ્યું હતું કે, તમારી દીકરીને સીટી સ્કેન રિપોર્ટ કરવાના છે. દવાના વધુ ડોઝના કારણે તમારી દીકરી બેભાન થઈ ગઈ છે જેમ-જેમ દવાનો પાવર ઓછો થશે તેમ તેમ તે ભાનમાં આવી જશે એ પછી હું 29 તારીખ ના રોજ સિવિલના સાતમા માળે તપાસ કરવા ગયો પરંતુ મને જાણવા મળ્યું કે અમારી દીકરી આઠમાં માળે લઈ જવામાં આવી છે.
આ પણ વાંચો: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પીરસવામાં આવતા ભોજનમાં મરેલી ગરોળી મળી આવી
યુવતીને કોઈપણ પ્રકારની અન્ય બીમારી ન હોતી
આઠમા માળે તપાસ કરી તો દીકરીને કોરોના પોઝિટિવ આવતા મૃત્યુ પામી છે તેવું જાણવા મળ્યું અને અમે આઠમા માળે જઈને તપાસ કરી તો ડોક્ટરોએ અમને કહ્યું તમારી દીકરી તમારી શું સગી થાય છે ત્યારે મેં કહ્યું હું તેનો દાદા છું ત્યારબાદ ડોક્ટરોએ અમને કહ્યું કે તમારી દીકરીને કોરોના પોઝિટિવ આવતા તમારી દીકરી મૃત્યુ પામી છે. પરંતુ તેને કોઈપણ પ્રકારની અન્ય બીમારી ન હોતી.
બેદરકારીથી એક યુલતીનું મોત
હકીકતમાં તો તેના મરણ પછી પણ અમને કોઈને જાણ કરવામાં આવી નથી અમને ડોક્ટરે કહ્યું તમારા સગા સાથે મુક્તિધામ સ્મશાનમાં આવો પરંતુ અમને દીકરીને પણ જોવા દીધી ન હોતી. તેમણે તેના અંતિમ સંસ્કાર કરી દીધા ત્યારબાદ અમે ઘરે ગયા તો પોલીસ અને ડોક્ટર અમારા ઘરે આવ્યા અને અમને 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇન કર્યા હતા. અમારી દીકરીને કોઈ પણ પ્રકારનો કોરોના ન હતો. તેના લક્ષણો પણ ન હોતા જેથી અમારી સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ફરજ દરમિયાન જવાબદાર ડોક્ટરો, જવાબદાર નર્સ, સ્ટાફ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે તેમની બેદરકારીથી અમારી પૌત્રીનું મોત નિપજ્યું છે.
મારી પૌત્રીને કોરોના ગ્રસ્ત જાહેર કરી મોત નિપજાવ્યું છે, પરિવારની કાયદેસરની કાર્યવાહીની માગ
દાદમાં તેમણે જણાવ્યું હતું કે મારી પૌત્રીને કોરોના ગ્રસ્ત જાહેર કરી મોત નિપજાવ્યું છે અને સારવારમાં બેદરકારી બે જવાબદારી અને લાલિયાવાડી રાખી અમારી પૌત્રીને મારી નાખે છે. જેથી ફરજ દરમિયાન જવાબદાર ડોક્ટર, નર્સ, સ્ટાફ સામે ધોરણસરની ફરિયાદ રજિસ્ટર કરવા દાદમાં જણાવ્યું હતું.