ETV Bharat / state

Important Decision for School in Cabinet Meeting: કેબિનેટ બેઠકમાં સરકારી શાળાના ઓરડાઓના રીપેરિંગ અને નવા વર્ગખંડોને લઇને લેવાયો નિર્ણય - શાળાના ઓરડાઓના રીપેરિંગ

ગાંધીનગરમાં ગુજરાત કેબિનેટની બેઠકમાં શિક્ષણક્ષેત્રને લગતો મહત્ત્વનો નિર્ણય (Gujarat Cabinet Meeting Decision )સામે આવ્યો છે. ગુજરાતની સરકારી શાળાઓમાં જર્જરિત ઓરડાઓના સમારકામ થશે (Repair dilapidated Classrooms )તેમ જ નવા વર્ગખંડો બનાવવા (New Classrooms in Gujarat Schools )સંદર્ભે નિર્ણય લેવાયો છે. જે વિશે પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા માહિતી અપાઇ હતી.

Rishikesh Patel : સરકારી શાળાઓમાં જર્જરિત ઓરડાઓના સમારકામ થશે, 10000 હજાર નવા વર્ગખંડ બનશે

author img

By

Published : Jan 18, 2023, 8:48 PM IST

Updated : Jan 18, 2023, 9:41 PM IST

જર્જરિત વર્ગખંડોના સમારકામ અને નવા વર્ગખંડો બનાવવા સંદર્ભે નિર્ણય

ગાંધીનગર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ગુજરાત કેબિનેટ બેઠક યોજાઇ ગઇ. બેઠકમાં ગુજરાતના શિક્ષણક્ષેત્રને લગતો મહત્ત્વનો નિર્ણય સામે આવ્યો છે. ગુજરાતની સરકારી શાળાઓમાં જર્જરિત વર્ગખંડોના સમારકામ અને નવા વર્ગખંડો બનાવવા સંદર્ભે નિર્ણય લેવાયો છે. નિર્ણય વિશે ઊંડાણથી પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે માહિતી આપી હતી.

ગુજરાતના શિક્ષણની ટીકા થાય છે : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અનેે આમ આદમી પાર્ટી જેવા વિપક્ષ દ્વારા ભાજપ પક્ષ અને ભૂપેન્દ્ર પટેલની સરકાર પર ગુજરાતની શાળાઓના શિક્ષણ બાબતે અનેક પ્રકારના આક્ષેપ અને શબ્દપ્રહારો કરવામાં આવ્યા હતાં. ગુજરાતની પ્રાથમિક શાળાઓ અને સરકારી શાળાઓમાં જર્જરી ઓરડાઓનો મુદ્દો તથા વર્ગખંડોની અછતનો મુદ્દો જોરશોરથી ગાજ્યો પણ હતો. ત્યારે વિધાનસભાની ચૂંટણીના પરિણામના 38 દિવસમાં શાળાના ઓરડા બાબતે નિર્ણય કરવામાં આવ્યાં છે. આજની ગુજરાત કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે તેમ રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં 10000 હજાર નવા વર્ગખંડ બનશે.

આ પણ વાંચો Basic Facilities In Gujarat Schools: રાજ્યની જર્જરિત શાળાઓ મુદ્દે હાઇકોર્ટને કેમ કરવી પડી લાલ આંખ, સરકારે આપવો પડશે શેનો રિપોર્ટ જાણો

વર્ક ઓર્ડર ઇસ્યુ થયાં : પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે રાજ્યની શાળાઓમાં ઓરડાની ઘટ દૂર કરવા લેવાયેલા નિર્ણયની માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં નવા 21,000 વર્ગખંડો બાંધવા માટે કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોને યોગ્ય ગુણવત્તાલક્ષી માળખાકીય સવલતો પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જ્યારે વર્ગખંડના રિપરિંગ કામ માટેના વર્ક ઓર્ડર પણ રાજ્ય સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યા છે.

કોરોનામાં કોઈ કામ થયું ન હતું : રાજ્ય સરકારના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે માર્ચ 2020થી સપ્ટેમ્બર 2021 સુધીના કોરોનાકાળ દરમ્યાન કોઇ જ બાંધકામ પ્રવૃતિ ન થવાના કારણે રાજયમાં વર્ગખંડોની ઘટ વધી હતી. તા. 30 એપ્રિલ 2022 સુધીમાં રાજયમાં લગભગ 21,000 વર્ગખંડોની ઘટ ઉભી થઇ હતી. આ ઘટ દૂર કરવા માટે 21,000 નવા વર્ગખંડો બાંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો પોરબંદર જિલ્લાના શ્રીનગર ગામની એક એવી જર્જરિત શાળા જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબુર

3990 વર્ગખંડોનું રીપેરીંગ કામ પૂર્ણ : રાજ્ય સરકારના પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું જેના ભાગરૂપે અત્યાર સુધીમાં અંદાજે 10,000 નવા વર્ગખંડો બાંધવા તથા 21,000 વર્ગખંડો રીપેર કરવા માટે વર્ક ઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો છે અને બાંધકામની કામગીરી પણ હાલ ચાલુ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, વર્ષ 2022 દરમ્યાન નવા 1938 વર્ગખંડોનું બાંધકામ તથા 3990 વર્ગખંડોનું રીપેરીંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

Last Updated : Jan 18, 2023, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.