ગાંધીનગર: છેલ્લા કેટલાય સમયથી ગુજરાત રાજ્યમાં નિવૃત્ત આર્મીના (Retired Army Man)જવાનો સરકાર વિરુદ્ધ પડતર માંગણીઓને લઇને અનેક વિરોધ કરી રહ્યા છે. આજે ફરીથી સરકાર વિરોધ આંદોલનની ચીમકી(Retired Army Man Movement Gandhinagar) એક આર્મી મેનને આપી છે ત્યારે વહેલી સવારે અમદાવાદના હનુમાન કેમ્પ ખાતે તમામ આર્મીના કર્મચારીઓ અને જવાનો એકઠા થયા હતા અને મોટી સંખ્યામાં ગાંધીનગર સચિવાલય (Gandhinagar Secretariat)આવીને વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે.
કલ્યાણ લક્ષી મુદ્દાઓની લડત - ગાંધીનગર પોલીસ દ્વારા સચિવાલય ગેટ નંબર 1 બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સચિવાલયના ગેટ નંબર 1 ની બહાર કોઇપણ પ્રકારનો વિરોધ થાય નહીં તેને ધ્યાનમાં લઇને પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ થઈ ગયું હતું. નિવૃત્ત આર્મીના જવાનો પાસેથી મળતી માહિતી પ્રમાણે શાહીબાગના શહીદ સ્મારક નજીક સૈનિકો દ્વારા સૈનિક સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને માજી સૈનિક યાત્રાને લઇને તમામની વૃદ્ધ આર્મીના જવાનો એકઠા થયા હતા.
આ પણ વાંચોઃ Ex Soldiers Protest at Jamnagar : જામનગરમાં 500 પૂર્વ સૈનિકો બેઠાં ધરણા પર, જાણો કેમ?
સૈનિક પોતાના હક્ક માટે લડી રહ્યા - માજી સૈનિક અને સહિત પરિવારના હકને લઈને આ જન્મમાં યાત્રા શરૂ કરવામાં આવી છે. જેમાં માજી સૈનિકો માટે વિવિધ મુદ્દાઓની લડત શરૂ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાંથી 10 હજારથી વધુ પરિવાર જોડાય તેવી પણ શક્યતાઓ છે આમ છેલ્લા ચાર વર્ષથી માજી સૈનિક પોતાના હક્ક માટે લડી રહ્યા છે અને દેશના રક્ષકો અને પરિવારના રક્ષણ અને હક માટે આંદોલન કરવું પડે છે તેવું પણ નિવૃત સેનાના જવાનો દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.