દેશની આઝાદી પછી પાકિસ્તાન તરફી પરિબળો આતંકવાદીઓ કટ્ટરવાદીઓ દેશ વિરોધી છેલ્લા 70 વર્ષથી જમ્મુ કાશ્મીરના પ્રશ્નને નામે આતંકવાદ ફેલાવી રહ્યા હતા. દર વર્ષે નિર્દોષ નાગરિકો આપણા સેનાના જવાનો, પેરા મિલિટરી ફોર્સના સૈનિકો શહીદ થતા હતા. દેશની કેન્દ્ર સરકારનું અબજો રૂપિયાનું બજેટ અત્યાર સુધી કાશ્મીર રાજ્ય માટે સલામતી અને સુરક્ષિત રાખવા માટે ખર્ચ કરવામાં આવતું હતું. આ બધું કર્યા પછી પણ કાશ્મીરમાં લોકોને જ મળે તો દુનિયાનું સ્વર્ગ ગણાય છે. ફરવાલાયક કાશ્મીરમા પ્રવાસીઓ જતા ડરતા હતા. ગમે ત્યારે આતંકવાદી હુમલો થાય તેની ચિંતા રહેતી હતી. હિન્દુ ધર્મની પવિત્ર પવિત્ર ભગવાન અમરનાથની યાત્રા જ્યારે શરૂ થાય ત્યારે મોટા પ્રમાણમાં સલામતી દળોને તૈનાત કરવામાં આવતા હતાં.
દરેક યાત્રાળુઓ જયારે ભગવાન અમરનાથની યાત્રાએ જાય તેના પરિવાર દ્વારા સતત ચિંતિત હતા. કાશ્મીરમાં ગમે ત્યાં ફરવા જવું હોય તો પણ બધા ચિંતાતુર રહેતા હતાં. આખો દેશ તેની પાછળ હંમેશા અનેક પ્રકારના ખર્ચ કર્યા પછી પણ અસલામતીની કાશ્મીરમાં હતી. આપણે જાણીએ છે દુનિયાના બીજા દેશો પણ પાકિસ્તાનને અલગ-અલગ રીતે મદદ કરી અને આતંકવાદી પ્રવૃત્તિને ઉત્તેજન મળે ખાસ કરીને જે કટ્ટરવાદી તત્વો છે. જેને આખી દુનિયામાં બતાવ્યો છે. એવા પરિબળો પણ કાશ્મીરના આતંકવાદી સંગઠનોને અને નાંણાકીય મદદ કરતા પાકિસ્તાન આતંકવાદી સંગઠનો મદદ કરતા પાકિસ્તાનની સેનામાં પણ આવા આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી.
હિંદુઓના પવિત્ર મંદિરોમાં લોકો દર્શન કરવા જઇ શકતા નહોતા. કાશ્મીરના મૂળ વતનીઓ હજારો પંડિત પરિવારો અને ફરજિયાત રીતે પોતાનું વતન છોડી અને બહાર વિસતારમાં તરીકેનું જીવન વિતાવવું પડતું હતું. આ બધાનું નિરાકરણ એક જ કલમ 370ની નાબૂદી કરવામાં આવે તે હતુ. દેશ અને કાશ્મીર એક જ છે. કાશ્મીરના બધાજ નાગરિકો ભારતના નાગરિકો છે.