ETV Bharat / state

ગુજરાતના 50 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, ધાનેરામાં 3 અને મેંદરડામાં 2 ઈંચ વરસાદ

author img

By

Published : Jul 4, 2019, 6:42 PM IST

ગાંધીનગરઃ ગુજરાતમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો કયાંક હજી રથયાત્રાના માહોલમાં પણ મેઘરાજા વરસી રહ્યાં છે. છેલ્લા 24 કલાક દરમિયાન 50 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે.

Rainfall

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં 74 મી.મી. એટલે કે ત્રણ ઈંચ જેટલો જ્યારે ડીસામાં 60 મી.મી., મેઘરજમાં 61 મી.મી., સુરતમાં 59 મી.મી. અને મેંદરડામા 50 મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આ ઉપરાંત લાખણી, અમીરગઢ, રાણપુર, કવાંટ, વઢવાણ, હાલોલ, વીરપુર, અમરેલી, પાલનપુર, ઠાસરા, ગોધરા, ભીલોડા, કોટડા સાંગાણી અને બાલાસિનોર સહિત કુલ 16 તાલકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય 29 તાલુકાઓમાં અડધો ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 16.57 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં 6.27 ટકા, ઉત્તર ગુજરાતમાં 15.85 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 13.69 ટકા, સૌરાષ્ટ્રમાં 18.07 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 18.34 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

Intro:હેડીગ : ગુજરાતના 50 તાલુકાઓમાં વરસાદઃ ધાનેરામાં 3 ઇંચ, મેઘરજ, ડીસા, સૂરત શહેર અને મેંદરડામાં 2 ઈંચ વરસાદ

ગાંધીનગર- ગુજરાતમાં ધીમી ધારે વરસાદી માહોલમાં વરસી રહેલા વરસાદે છેલ્લા 24 કલાક દરમિયાન 50 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૦૪/૦૭/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ૭૪ મી.મી. એટલે કે ત્રણ ઇંચ જેટલો જ્યારે ડીસામાં ૬૦ મી.મી., મેઘરજમાં ૬૧ મી.મી., સૂરત શહેરમાં ૫૯ મી.મી. અને મેંદરડામા ૫૦ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. Body:આ ઉપરાંત લાખણી, અમીરગઢ, રાણપુર, કવાંટ, વઢવાણ, હાલોલ, વીરપુર, અમરેલી, પાલનપુર, ઠાસરા, ગોધરા, ભીલોડા, કોટડા સાંગાણી, બાલાસિનોર, ચોર્યાસી મળી કુલ ૧૬ તાલકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૨૯ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
Conclusion:ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૬.૫૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૬.૨૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૫.૮૫ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૩.૬૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૮.૦૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૮.૩૪ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.