રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 27 જુન 2019ના રોજ સવારે 6 કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન 70 તાલુકાઓમાં ઝાપટાથી 3 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોય તેવા 6 તાલુકાઓનો સમાવેશ થાય છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં 70 મી.મી., ગીર સોમનાથના ઉનામાં અને ભાવનગરના પાલીતાણામાં 60 મી.મી., અમરેલીના સાવરકુંડલામાં 54 મી.મી. અને રાજકોટના ગોંડલમાં 51 મી.મી. વરસાદ વરસ્યો હતો.
રાજ્યના 9 તાલુકાઓમાં 2 ઇંચથી ઓછો અને 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેમાં અમરેલીના બાબરામાં 42 મી.મી., ડાંગના વઘઇમાં 41 મી.મી., જૂનાગઢના વિસાવદરમાં 40 મી.મી., દાહોદના ધાનપુરમાં અને સુરતના ઉમરપાડામાં 39 મી.મી., મહેસાણાના બેચરાજીમાં 38 મી.મી., સાબરકાંઠાના પોશીનામાં અને વડોદરાના ડભોઇમાં 30 મી.મી., જામનગરના કાલાવાડમાં 27 મી.મી. અને લાલપુર તાલુકામાં 24 મી.મી. વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત હાલોલ, ચોટીલા, દાહોદ, સુરત સીટી, વઢવાણ, અમરેલી, ખેડા, ગારીયાધર, ભચાઉ, સાયલા અને પારડીમાં મળી કુલ 12 તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ અને 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.
જ્યારે વલભીપુર, તાલાળા, ગરબાડા, બરવાળા, ઉમરગામ, ફતેપુરા, બોટાદ, લાઠી, ઝાલોદ, વાગરા, મુળી, થાનગઢ, અમદાવાદ સીટી, નસવાડી, બોરસદ, ડેસર અને રાણપુર મળી કુલ 19 તાલુકાઓમાં 6 મી.મી.થી વધુ અને અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. અન્ય 25 તાલુકાઓમાં 6 મી.મી.થી ઓછો ઝરમર વરસાદ વરસ્યો હતો. આમ હવે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. 24 કલાક પહેલાં જૂનાગઢમાં પણ ગણતરી ના કલાકોમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અત્યાર સુધીમાં સીઝન નો કુલ 7 ટકા આસપાસ વરસાદ નોંધાયો છે.