ETV Bharat / state

ફક્ત પ્રચાર જ નહીં રાજકીય પાર્ટીઓના સ્લોગન પણ ભજવે છે મહત્વની ભૂમિકા, એક ઝાટકે બદલી નાખે છે લોકોના વિચાર - Former PM Indira Gandhi

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) માટે રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહી છે. ચૂંટણીમાં જેટલો પ્રચાર (Election Campaign in Gujarat ) જરૂરી છે. તેટલું જ મહત્વનું છે પાર્ટીનું સ્લોગન. લોકો સુધી સરળતાથી પહોંચવા માટે રાજકીય પાર્ટીઓ દર વખતે ચૂંટણીમાં વિવિધ સ્લોગનનો સહારો લે છે. ત્યારે આ વખતે કઈ રાજકીય પાર્ટી કયા સ્લોગનનો (political parties slogans in gujarat) ઉપયોગ કરશે તે અંગે જોઈએ આ વિશેષ અહેવાલ.

ફક્ત પ્રચાર જ નહીં રાજકીય પાર્ટીઓના સ્લોગન પણ ભજવે છે મહત્વની ભૂમિકા, એક ઝાટકે બદલી નાખે છે લોકોના વિચાર

author img

By

Published : Nov 9, 2022, 3:41 PM IST

ગાંધીનગર રાજ્યના રાજકીય પક્ષો (Gujarat Political News) હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) રંગાઈ ગયા છે. ગુજરાતમાં રાજકીય વાતાવરણ પણ જામી ગયું છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જનતાને આકર્ષવા માટે અનેક સ્લોગન (political parties slogans in gujarat) તૈયાર કર્યા છે. સોશિયલ મીડિયામાં આ સ્લોગનનો ભરપૂર પ્રચાર પ્રસાર (Election Campaign in Gujarat) કરવામાં આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી હોય કે, લોકસભાની ચૂંટણી. તે વખતે આવા ચૂંટણીના સ્લોગન રાજકીય પક્ષો માટે કેટલા મહત્વના હોય છે? તે માટે જુઓ ETV ભારતનો આ વિશેષ અહેવાલ.

ભાજપનું સૂત્ર
ભાજપનું સૂત્ર

ભાજપનું સૂત્ર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) ભાજપ ગુજરાત દ્વારા 'ભરોસાની ભાજપ સરકાર'નું નવું સ્લોગન આપવામાં આવ્યું છે. મહત્વની વાત કરીએ તો, આ સૂત્ર તૈયાર કરવામાં અનેક દિવસોની ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના મતદારોને આકર્ષવા માટે ગામડાના શબ્દનો ઉપયોગ પણ આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. જ્યારે વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં 'સૌનો સાથ સૌના વિકાસ'ના સૂત્ર સાથે ભાજપ પક્ષ ચૂંટણી મેદાને આવ્યું હતું અને (Gujarat BJP Slogan) તેમાં 99 બેઠક સાથે ભાજપનો વિજય થયો હતો.

ભાજપનું સૂત્ર
ભાજપનું સૂત્ર

કૉંગ્રેસનું કામ બોલે છે ગુજરાત કૉંગ્રેસ પક્ષ દ્વારા વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) "કોંગ્રેસનું કામ બોલે છે"નું સ્લોગન (Gujarat Congress Slogan) આપવામાં આવ્યું છે. જ્યારે ગુજરાત રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ પક્ષનું એક હથ્થું શાસન છે. વર્ષ 1995 પહેલાં ગુજરાતમાં કૉંગ્રેસની સત્તા રહી છે. કેન્દ્રિય સ્થાન પર પણ કૉંગ્રેસની સત્તા હતી. તે દરમિયાન કૉંગ્રેસ પક્ષે જેટલા મોટા કામ કર્યા છે તે તમામ કામોને એક પોસ્ટર તૈયાર કરીને વાઈરલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કૉંગ્રેસનું કામ બોલે છે તેવું સૂત્ર કૉંગ્રેસે આ વખતે આપ્યું છે. જ્યારે ભૂતકાળમાં વિધાનસભા ગૃહમાં કૉંગ્રેસે કાઈ કામ કર્યું ન હોવાનો આક્ષેપ પ્રતિઆક્ષેપ ગૃહમાં થયા છે. તેને લઈને અને ગુજરાતની જનતાને સંદેશો આપવા માટે "કૉંગ્રેસનું કામ બોલે છે" તેવું સ્લોગન આપ્યું છે.

AAPનું સ્લોગન 'એક મોકો આપને' વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) આમ આદમી પાર્ટી થોડી જ બેઠકો ઉપર જ ચૂંટણી લડી હતી, પરંતુ તમામ ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) કમર કસીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ જાહેર મંચ પર ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં "એક મોકો આપને" નું સ્લોગન આપ્યું હતું. જ્યારે દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીને સરકારે કરેલા કામો અને ગુજરાતમાં કયા પ્રકારના ફેરફાર કરવા જેવા મુદ્દાઓને ટાંકીને 'એક મોકો આપને'નું સ્લોગન આપ્યું છે.

આમ આદમી પાર્ટીનું સૂત્ર
આમ આદમી પાર્ટીનું સૂત્ર

રાજકીય સ્લોગન ફક્ત માર્કેટિંગ: હરેશ ઝાલા રાજકીય પક્ષોના ચૂંટણી સ્લોગન (political parties slogans in gujarat) બાબતે રાજકીય વિશ્લેષક હરેશ ઝાલાએ ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ લોકમાનસ પર અસર પાડે છે. આવા સ્લોગનથી રાજકીય પક્ષો (Gujarat Political News) લોકોને પોતાના તરફ આકર્ષણ ઊભું કરે છે. જેતે પક્ષ વિશે વિચારવા કરવાનું કહે છે. એટલે આ સ્લોગન ખેંચવા માટેનું સાધન છે. જરૂરી નથી કે, દર વખતે અસરકારક હોય. જ્યારે સ્લોગન નેગેટિવ અને પોઝીટીવ હોય છે.

રાહુલ ગાંધીના નિવેદનને નેગેટિવ વેમાં લેવામાં આવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં કૉંગ્રેસે નેગેટિવ સ્લોગન (political parties slogans in gujarat) આપ્યું હતું, જેથી કૉંગ્રેસ બદનામ થઈ હતી. જ્યારે દ્વારકા અધિવેશનમાં રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, જેને જવું હોય તે જઈ શકે છે. પક્ષને કોઈ ફેર પડવાનો નથી, જેથી આનું ઈન્ટરપ્રિટ નેગેટિવ લેવામાં આવ્યું હતું. આમને પક્ષની કોઈ પડી નથી તેવું ઊભું થયું હતું. આમ, પોઝિટિવ સ્લોગન આપવામાં આવે છે. જ્યારે લોકમાન્સ પણ આની કોઈ લાંબી અસર નથી પડતી. ફક્ત ગણતરીના લોકોને સ્લોગનની ખબર હોય છે, જ્યારે આ ફક્ત માર્કેટિંગનો ભાગ છે.

કૉંગ્રેસનું સૂત્ર
કૉંગ્રેસનું સૂત્ર

સ્લોગનની નેગેટિવ અસર થઈ શકે છે: હરી દેસાઈ રાજકીય વિશ્લેક્ષક હરિ દેસાઇએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે. રાજકીય પક્ષો જે સ્લોગન આપે છેય જે લોકોની ભાવના સાથે સંકળાયેલું હોય તો જરૂર તેની અસર જોવા મળે છે તે બાબતની ના નથી, પરંતુ રાજકીય પક્ષોને લાભ થઈ જાય તેવું પણ માની શકાય નહીં. પણ અસરકારક જરૂર હોય છે. જ્યારે ભૂતકાળમાં વર્ષ 1971-72માં પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ (Former PM Indira Gandhi) ગરીબી હટાવોનું સ્લોગન આપ્યું હતું, જેમાં કૉંગ્રેસને આ સ્લોગનનો લાભ મળ્યો હતો.

બધા ફેક્ટર કામ કરે છે તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે આમાં બધા ફેક્ટર કામ કરતા હોય છે, લોકમાનસ પર અસર થાય છે પરતું પક્ષ અને પક્ષના નેતાઓ પર કેટલી વિશ્વનીયતા છે તેના પર મોટી અસર થાય છે. જ્યારે મેં ગુજરાત બનાવ્યું છે તેવું સ્લોગન (political parties slogans in gujarat) આપ્યું છે. ત્યારે તેની સામે આવું ગુજરાત બનાવ્યું છે?ના પ્રશ્નો પણ આવી રહ્યા છે. આમ કેટલાક સ્લોગનના નેગેટિવ પણ અસર પડી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.