ETV Bharat / state

હવે 5 નહીં 10 લાખ રૂપિયા સુધીની સારવાર મળશે ફ્રીમાં, સરકારે વધારી આયુષ્માન કાર્ડની મર્યાદા

રાજ્ય સરકારે ગુરૂવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આરોગ્યને (Gujarat Cabinet Meeting) લગતો મોટો નિર્ણય કર્યો હતો. હવે રાજ્યના આયુષ્માન કાર્ડધારકોને 10 લાખ રૂપિયા સુધીની સારવાર નિઃશુલ્ક (PMJAY Ayushman Bharat Card limit increased) આપવામાં આવશે. ત્યારે કેબિનેટમાં સરકારે અન્ય કઈ સૂચના આપી અને કયા આયોજન કર્યા જોઈએ આ અહેવાલમાં.

હવે 5 નહીં 10 લાખ રૂપિયા સુધીની સારવાર મળશે ફ્રીમાં, સરકારે વધારી આયુષ્માન કાર્ડની મર્યાદા
હવે 5 નહીં 10 લાખ રૂપિયા સુધીની સારવાર મળશે ફ્રીમાં, સરકારે વધારી આયુષ્માન કાર્ડની મર્યાદા
author img

By

Published : Dec 23, 2022, 8:54 AM IST

સરકારે ચૂંટણી પહેલા આપ્યું હતું વચન

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી ઢંઢેરામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં (pradhan mantri jan arogya yojana) 5 લાખની મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. ત્યારે ગુરૂવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ અંગેનો નિર્ણય (Health facility in Gujarat) કરવામાં આવ્યો હતો.

આયુષ્માન કાર્ડધારકોને રાહત એટલે હવે રાજ્યના આયુષ્માન કાર્ડધારકોને (PMJAY Ayushman Bharat Card limit increased) 10,00,000 રૂપિયા સુધીની સારવાર નિઃશુલ્ક મળશે. આ અંગે રાજ્ય સરકારે અધિકારીઓને તમામ આયોજન કરવા બાબતની પણ સૂચના કેબિનેટ બેઠકમાં આપી દીધી છે.

મર્યાદા વધારવા બાબતે શું કહ્યું આરોગ્ય પ્રધાને રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે (Rishikesh Patel Health Minister) કેબિનેટ બેઠક પછી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય મા કાર્ડ યોજના હેઠળ રૂપિયા 5 લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને 10 લાખ કરવા માટેની જરૂરી વહીવટી પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત વિધાનસભા ચૂંટણી સંકલ્પ યાત્રામાં ભાજપે કરેલા સંકલ્પને 100 દિવસમાં લક્ષ્યાંક નિર્ધારિત કરીને 5 વર્ષમાં પૂર્ણ કરવા માટે (PMJAY Ayushman Bharat Card limit increased) પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ હેઠળ નિઃશુલ્ક નિદાન રાજ્યના પ્રધાન ઋષિકેશ પટેલે (Rishikesh Patel Health Minister) વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ફ્રી ડાયગ્રોસ્ટિક સિસ્ટમ અંતર્ગત આર્થિક સંકળામણ અનુભવતા રાજ્યના પ્રત્યેક નાગરિકોને આ સ્કીમ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને સરકાર માન્ય લેબોરેટરીમાં નિઃશુલ્ક નિદાન સેવાઓ આપવામાં આવે તે માટેની યોજનાનો પણ સત્વરે પ્રારંભ કરવામાં આવશે.

વિશેષ વ્યવસ્થા તેમણે ઉમેર્યું હતું કે, આ ઉપરાંત ફેમિલી કાર્ડ પણ ગુજરાત રાજ્યના નાગરિકોને આપવા બાબતે પ્રવક્તા પ્રધાને (Rishikesh Patel Health Minister) જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને મળતા સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભ ફેમિલી કાર્ડ યોજનાના નવતર અભિગમ દ્વારા મળી રહે તે માટેનું આયોજન પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. એટલે એક જ કાર્ડથી અલગઅલગ યોજનાનો લાભ રાજ્યના નાગરિકો લઈ શકે તે રીતની વ્યવસ્થા (Health facility in Gujarat) કરવામાં આવી છે.

નાગરિકોને મોટી રાહત મળશે, આયુષમાન કાર્ડ સોનાની લગડી 18 ઓક્ટોબર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વર્ચ્યુલી માધ્યમથી ગુજરાત રાજ્યમાં આયુષ્માન કાર્ડના વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMJAY Ayushman Bharat Card limit increased) પણ નિવેદન આપ્યું હતું કે, લાભાર્થીઓ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આયુષ્માન કાર્ડએ સોનાની (PMJAY Ayushman Bharat Card limit increased) લગડી છે.

આયુષ્માન કાર્ડ સોનાની લગડી ઉલ્લેખનીય છે કે, ગુજરાતમા 50 લાખ PVC કાર્ડ લોકોને આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 ઓક્ટોબરે નિવેદન આપ્યું હતું કે, આયુષ્માન કાર્ડએ તમામ પરિવારને અડધી રાતે કામ આવે તેવી સોનાની લગડી છે. કોઈ પણ જરૂરિયાતમંદ પરિવાર અડધી રાત્રે કોઈ પણ હોસ્પિટલના દરવાજે ઊભો રહેશે. તો એ હોસ્પિટલના દરવાજા ખુલી જશે. એક પ્રકારે આ કાર્ડ 5 લાખ રૂપિયાનું ATM કાર્ડ છે. તો સમાજના જરૂરિયાતમંદોએ આ યોજનાનો લાભ અવશ્ય લેવું જોઈએ ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયાની મર્યાદાને વધારીને 10 લાખ રૂપિયા સુધી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.