ETV Bharat / state

સરકાર સામે નહીં ચાલે કોઈ ભલામણ, પ્રધાનોએ પણ ઑફિસમાં રહેવું પડશે હાજરઃ PM મોદી - Gujarat Government Schemes

રાજ્યમાં નવનિયુક્ત સરકારના પ્રધાનો હવે કોઈની પણ ભલામણ નહીં ચલાવે. કારણ કે, આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ આદેશ આપ્યા છે. તાજેતરમાં જ અમદાવાદ આવેલા વડાપ્રધાને એક બેઠક દરમિયાન (PM Narendra Modi instruction) કઈ રીતે કામ કરવું તેની સલાહ આપી હતી. સાથે જ તેમણે પોતાના વિભાગમાં (CM Bhupendra Patel) અચાનક વિઝિટ કરીને કામગીરીનું બારીકાઈથી વિશ્લેષણ (Gujarat Government performance) કરવા જણાવ્યું હતું.

સરકાર સામે નહીં ચાલે કોઈ ભલામણ, પ્રધાનોએ પણ ઑફિસમાં રહેવું પડશે હાજર, PM મોદીનો આદેશ

author img

By

Published : Dec 22, 2022, 4:32 PM IST

ગાંધીનગર રાજ્યમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) નવી સરકારે શપથગ્રહણ કર્યા પછી હવે કામગીરી હાથ પર લઈ લીધી છે. ત્યારે થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પ્રમુખસ્વામી નગરના ઉદ્ઘાટન પ્રસંગે અહીં આવ્યા હતા. તે દરમિયાન તેમણે એરપોર્ટ પર સરકારના ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યપ્રધાન સાથે બેઠક યોજી હતી, જેમાં વડાપ્રધાને સરકાર કઈ રીતે કામ કરશે તે બાબતનું સૂચન કર્યું હતું. એટલે હવે તેમની (PM Narendra Modi instruction) સલાહ અને સૂચવેલા નિયમો મુજબ સરકારે કામ (Gujarat Government performance) શરૂ કરી દીધું છે.

100 દિવસનો એક્શન પ્લાન રાજ્યના નવા પ્રધાનમંડળના ગઠન બાદ પ્રધાનોએ કેવી રીતે કામ કરવું તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi instruction) દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા. નવું પ્રધાનમંડળ પ્રથમ તબક્કે 100 દિવસના લોકહીતના કામોનું (Gujarat Government performance) રોડ મેપ તૈયાર કરી રહ્યું છે. ગત બજેટમાં લોકહિત માટેની વિવિધ યોજનાના અમલ માટે 100 દિવસનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આમાં પ્રથમ તબક્કે કઈ કઈ યોજનાનો અમલ થઈ શકે તે માટે પ્રધાનો દ્વારા અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠકો કરવામાં આવી રહી છે, જ્યારે આનંદીબેન પટેલે પણ મુખ્યપ્રધાન તરીકે તમામ પ્રધાનો પાસેથી 100 દિવસનો એક્શન પ્લાન (Action Plan of Gujarat Government) માગ્યો હતો.

તમામ કામોનું ઝિણવટપૂર્વક સમીક્ષા કરવી રાજ્ય સરકારના કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોએ પોતાના વિભાગના તમામ કામોનું (Gujarat Government performance) ઝિણવટપૂર્વક રિવ્યૂ કરવાની સૂચના આપવામાં આવી છે. અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ યોજના અથવા ગતિમાં હોય તેવા કામોનું સતત રિવ્યૂ કરવું કરવાની અમલવારી પ્રધાનોએ શરૂ કરી દીધી છે.

મોબાઈલ બહાર મૂકવાનો નિયમ રાજ્યના સામાન્ય નાગરિકો સોમવાર અને મંગળવાર દરમિયાન મોટી સંખ્યામાં કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોને મળવા માટે આવતા હોય છે. ત્યારે પહેલા તો મુલાકાતીઓ પોતાનો મોબાઈલ લઈને પ્રધાનો સાથે મુલાકાત કરી શકતા હતા, પરંતુ હવે મળવા આવનારા મુલાકાતીઓએ પોતાનો ફોન બહાર મૂકવો પડશે. તમામ પ્રધાનોને ઉપરથી સૂચના છે કે, કોઈ પણ પ્રકારનું રેકોર્ડિંગ ન થાય તે માટે મુલાકાતીઓને મુલાકાત દરમિયાન ફોન બહાર મૂકવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. આગામી સમયમાં આ નિયમનો પણ અમલવારી કેવી રીતે કરવી તેની વિચારણા ચાલી રહી છે.

નમો એપનો અભ્યાસ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) પહેલા જ 11 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi instruction) ભાજપના તમામ હોદ્દેદારોને ટેકનોલોજી સાથે મળીને કામ કરવાની સૂચના આપી હતી. ત્યારે નવી સરકારમાં પણ તમામ પ્રધાનો ટેકનોલોજી સાથે જોડાયેલા રહે અને ટેકનોલોજી મારફતે સરકારની કામગીરી લોકો સુધી પહોંચાડે તે પ્રમાણેની કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ પ્રધાનો વધુને વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે તેવું કહેવામાં આવ્યું છે. સરકારની તમામ કામગીરી સોશિયલ મીડિયા થકી લોકી સુધી પહોંચવી જોઈએ. આ ઉપરાંત સરકાર પ્રજાહિતના કાર્યોનું પણ પ્રચાર પ્રસાર સોસીયલ મીડિયા થકી કરવાનું કહેવામાં આવ્યું છે.

વિભાગની સરપ્રાઈઝ વિઝિટ કરવી આ ઉપરાંત રાજ્ય સરકારના (Gujarat Government performance) તમામ વિભાગમાં ચાલી રહેલા કામ પર (Instruction to Minister for surprise visit) હોવું જરૂરી છે. ઉપરાંત વિભાગો નિયમો આધીન કામ કરે છે કે નહીં (Instruction to Minister for surprise visit) તેનાથી પ્રધાનો વાકેફ હોવા જોઈએ. આ ઉપરાંત અધિકારી અને કર્મચારીને લઈને લોકોની ફરિયાદ ન વધે તેનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે.

CMએ કરી હતી સરપ્રાઈઝ વિઝિટ ઉલ્લેનીય છે કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) 17 ડિસેમ્બરે રોજ અમદાવાદ ગ્રામ્ય SP કચેરીની સરપ્રાઇઝ ની મુલાકાત લીધી હતી. તેવી જ રીતે ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે 21 ડિસેમ્બરે રોજ ઉદ્યોગ ભવનની મુલાકાત લીધી હતી. જ્યારે લઘુ ઉદ્યોગ વિભાગના પ્રધાન જગદીશ વિશ્વકર્માએ પણ 21 ડિસેમ્બરે પોતાના વિભાગની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી.

ખરીદી સરકારની નિશ્ચિત પોર્ટલથી કરવી રાજ્ય સરકારના પ્રધાનો વિભાગમાં કોઈ પણ ખરીદીમાં પારદર્શકતા રહે તે માટે મોટા પ્રમાણની ખરીદી ઓનલાઈન કરવાની સૂચન કરવામાં આવ્યું છે. સરકારની નિશ્ચિત પોર્ટલ ખરીદી કરવાની રહેશે. ભૂતકાળમાં ખરીદીમાં થયેલી ગેરરીતિની અનુલક્ષીને આ પ્રકારની સૂચના આપવામાં આવી છે. સરકારી નાણાંનો દુરુપયોગ ન થાય અને કોઈ ફાયદો ન ઉઠાવે તે માટે ઓનલાઈન ખરીદીમાં નિશ્ચિત પોર્ટલ પરથી ખરીદી કરવાની રહેશે.

પ્રધાનો અને અધિકારીઓ સાથે સંકલન રાખવું સરકારી યોજનાનો (Gujarat Government Schemes) ઝડપી અમલીકરણ થાય તે માટે પ્રધાનોએ અધિકારીઓ સાથે સંકલન રાખવાનું સૂચન કરવાનું કહેવામાં આવ્યું છે. અધિકારી અને પ્રધાન વચ્ચે કોઈ પણ પ્રકારનો વિખવાદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે.

અનુભવી અધિકારીઓના સૂચનને મહત્વ આપવું આ ઉપરાંત યોજનાના અમલીકરણમાં અનુભવી અધિકારીઓના સુચનને મહત્વ આપવું તે બાબતે પણ મંત્રીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ભૂતકાળમાં પ્રધાનો અને અધિકારી વચ્ચેના વિખવાદોને લઈને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્ય સરકારને (Gujarat Government performance) પણ કડવા અનુભવો થયા હતા. નવા મંત્રી મંડળમાં આ પ્રકારની સ્થિતિ ઉભી ન થાય તેનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે.

5 દિવસ ફરજિયાત કાર્યાલયમાં હાજરી પહેલાની સરકારમાં (Gujarat Government performance) રાજ્યકક્ષાને કેબિનેટ કક્ષાના પ્રધાનો સોમવારથી બુધવાર સુધી જ હાજર રહેતા હતા અને ગુરુવાર શુક્રવારે જો લોકો કોઈ ફરિયાદ અથવા રજૂઆત કરવા માટે આવે તો તેમને ધર્મનો ધક્કો પડતો હતો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પ્રધાનોને સોમવારથી શુક્રવાર સુધી તમામ પ્રધાનોને પોતાની ચેમ્બરમાં હાજર રહી ઓફિસની કામગીરી પર ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.