ETV Bharat / state

પાટનગરના મ્યુનિસિપલ કમિશ્નર અને મેયરના બંગલામા અન્યનો વસવાટ

author img

By

Published : Feb 20, 2020, 2:34 AM IST

રાજ્ય સરકારે ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશ્નર અને મેયરને ફાળવેલા બંગલામાં અન્ય વ્યક્તિઓ વસવાટ કરતા હોવાના મામલે હોબાળો સર્જયો છે.

others-living-in-the-capitals-mayors-commissioners-bungalow
પાટનગરના મેયર કમિશ્નરનાં બંગલામા અન્યનો વસવાટ

ગાંધીનગર: રાજ્ય સરકારે ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશ્નર અને મેયરને ફાળવેલા બંગલામાં અન્ય વ્યક્તિઓ વસવાટ કરતા હોવાના મામલે હોબાળો સર્જાયો છે. તાજેતરમાં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્યોએ કમિશ્નરના બંગલામાં કોઈ અન્ય વ્યક્તિ કઈ રીતે રહી શકે તે અંગે વિરોધ નોંધાવ્યો હતો.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને પૂર્વ હોદ્દેદાર મનુભાઈ પટેલે આ અંગે ખુલાસો કરતા મ્યુનિસિપલ વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. હાલમાં બંગલામા વસવાટ છે. પરંતું કોણ રહે છે તે બન્નેમાંથી કોઈને ખબર નથી. પૂર્વ ચેરમેન મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઈયરમાર્ક થયેલા સરકારી મકાન કોઈ અન્ય વ્યક્તિને રહેવા માટે આપી શકાય નહીં. સેકટર-19 ખાતે આવેલો એક બંગલો મ્યુનિ. કમિશ્નર માટે ઈયરમાર્ક થયેલો છે. પરંતુ આ બંગલામાં તેઓ રહેતા નથી. સ્ટેન્ડિંગ કમિટીમાં આ બાબતે ચર્ચા થઈ હતી. જેમાં કમિશ્નરે સ્વીકાર્યુ હતું કે, તેમના બંગલામાં કોઈ અન્ય વ્યક્તિ રહે છે. પરંતુ કોણ રહે છે તે બાબતથી પોતે અજાણ હોવાનો દાવો કર્યો હતો.

મળતી માહિતી મુજબ મેયરને પણ સેકટર-19માં બંગલો ફાળવવામાં આવ્યો છે. જો કે, તેઓ આ બંગલામાં રહેતા નથી. ઈયર માર્ક થયેલા આ બંગલામાં સરકારી અધિકારીનો પરિવાર વસવાટ કરી રહ્યો છે. અગાઉ ગાંધીનગરમાં ફરજ બજાવી ચૂકેલા આ અધિકારીને બંગલો સોંપી દેવાની બાબતથી શાસક પક્ષના સભ્યોમાં પણ વિરોધ ફેલાયો છે. પાટનગરના બે અગ્રણીઓ દ્વારા સરકારમાંથી મળેલી સવલતો અન્ય વ્યક્તિને બારોબાર સોંપી દેવાની બાબત સમગ્ર શહેરમાં ચર્ચાસ્પદ બની છે. ત્યારે આ મામલે તપાસ હાથ ધરવા માટે પણ રજૂઆત થઈ છે. અગાઉ ટેન્ડર પ્રક્રિયામાં વ્હાલા-દવલાની નીતિના કારણે વિવાદમાં આવેલું મ્યુનિ. તંત્ર સરકારે ઈયરમાર્ક કરેલા બંગલાના મનસ્વી ઉપયોગ મામલે ફરી વિવાદમાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.