ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ફક્ત 17 બેઠક પર વિજય (Congress Gujarat Assembly) બન્યું છે અને ગુજરાત વિધાનસભામાં નિયમ પ્રમાણે 18 અથવા તો 18થી વધુ બેઠક હોય તો જ વિરોધ પક્ષમાં સ્થાન મળે છે, ત્યારે કોંગ્રેસ પક્ષ માટે વિરોધ પક્ષમાં સ્થાન મેળવવું ખૂબ મુશ્કેલ બન્યું છે અને ચૂંટણીના પરિણામ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નિવેદન કર્યું હતું કે, કોંગ્રેસે રાષ્ટ્રીય પાર્ટી છે. જેથી કોંગ્રેસને અમે વિરોધ પક્ષ તરીકે જોવા માંગે છે, ત્યારે આજે શપથવિધિ દરમિયાન કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ વિપક્ષ કોંગ્રેસ રહેશે તેવું હૂંકાર કર્યો હતો.(opposition party in Gujarat Assembly)
સંખ્યાબળ ભલે ઓછું પણ જુસ્સો ઓછો નહિ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફરીથી નવી શરૂઆત કરવામાં આવી છે. જનાદેશનો અમે સ્વીકાર કરીએ છીએ. ભલે અમે ગુજરાત વિધાનસભા ગૃહમાં ઓછી સંખ્યામાં ચૂંટાયા છે પણ એટલી જ મક્કમતા અને બુલંદી જુસ્સા સાથે લોકોના આવજને ફ્લોર પર રજૂ કરવામાં આવશે. જ્યારે કોઈને દબાવવાની વાત હોય, ડરાવવાની વાત આવશે તો સરકારનો વિરોધ કરીશું. આ સાથે કોંગ્રેસની વિચાર ધરાને જન જન સુધી પહોંચાડીશું. જ્યારે ગુજરાત વિધાનસભામાં સંખ્યા બળ ભલે ઓછું હોય, પરંતુ લોકો માટે લડવાનો જુસ્સો હજુ એવો જ છે. તેમાં કોઈપણ બાબતનો કોમ્પ્રોમાઈઝેશન કરવામાં આવશે નહીં અને ગુજરાતની જનતા માટે લડતા રહીશું. (Opposition party in Gujarat)
અમે સક્ષમ રજુઆત કરીશું : સી.જે.ચાવડા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના દાવેદાર સી.કે. ચાવડાએ જણાવ્યું હતું કે, વિરોધ પક્ષ તરીકે અમારે જે ભૂમિકા ભજવવાની છે તે અમે સારી રીતે પજવીશું. જ્યારે કોંગ્રેસ પક્ષના દીકરો ધારાસભ્યો જેવા કે શૈલેષ પરમાર, અર્જુન મોઢવાડિયા, તુષાર ચૌધરી જીતીને આવ્યા છે, ત્યારે ગુજરાતની પ્રજા માટે ગૃહમાં પ્રશ્નો ઉઠાવીશું અને પ્રજાના કામ માટે સરકારની કામગીરી ઉજાગર કરતા રહીશું. (Congress for opposition party in Gujarat)
આમ આદમી પાર્ટીના લીધે કોંગ્રેસ વિપક્ષ બની કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં આદિવાસી સમાજના યુવાઓની અને બહેનોની સમસ્યાનું નિરાકરણ પ્રાથમિકતા રહેશે. જ્યારે વર્તમાન સમયમાં શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે. યુવાઓને રોજગારી નથી અને સરકાર જો આદિવાસી વિસ્તારમાં જે પ્રોજેક્ટ શરૂ કરશે અને તેમાં આદિવાસીને નુકસાન થશે તો આ બાબતે ગૃહમાં અમે વિરોધ કરીશું. જ્યારે વિધાનસભા ગૃહમાં તમારું સંખ્યા ભલે ઓછું હોય, પરંતુ એક ધારાસભ્ય તરીકે અમને જે હક અને અધિકાર મળ્યા છે તે પ્રમાણે અમે કામગીરી કરીશું. આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં ભાજપ વધુ બેઠક લઈ ગયા છે, ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપની બી ટીમ તરીકે કામ કર્યું છે એટલે જ અમારી ઓછી બેઠક આવી છે. (Congress MLAs in Gujarat)
આ પણ વાંચો જાણો કયા 11 ધારાસભ્યોએ સંસ્કૃતમાં તો 2 ધારાસભ્યો માતાજીના નારા સાથે શપથ લીધા
ગૃહમાં ઓછો સમય આવીશું, પણ પ્રજા માટે લડીશું : મોઢવાડીયા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ ઓછા છે તે વાત સાચી છે, પરંતુ સિનિયર અને ખૂબ જાણીતા એવા ધારાસભ્ય પણ અમારી સાથે છે. જ્યારે નવા યુવા ધારાસભ્ય પણ કોંગ્રેસમાં ચૂંટાયા છે, ત્યારે જનતા અમને વિરોધ પક્ષની જવાબદારી સોંપી છે અને અમારે વિધાનસભામાં જનતાનો અવાજ મૂકવાનો છે તે મજબૂતીથી મુકીશું, જનતાનો અવાજ બનીશું. જ્યારે પાંચ વર્ષ સુધી ગુજરાત વિધાનસભામાં સકારાત્મક વિરોધ પક્ષની ભૂમિકા અમે બધા કરીશું. ઉલ્લેખનીય છે કે ધારાસભ્યની સંખ્યા ખૂબ ઓછી છે, ત્યારે વિધાનસભાના પ્રણાલી મુજબ અમને જે સમય મળવો જોઈએ. તે સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ ઓછો સમય મળશે. પરંતુ જે પણ સમય મળશે તે સમયમાં અમે જનતાનો પક્ષ મૂકીને ધારદાર રજૂઆત કરીશું. (Congress cabin in Gujarat Assembly)
આ પણ વાંચો ઇમ્પેક્ટ બિલ સુધારો ગૃહમાં પસાર કરાશે, આવા બાંધકામને થશે સીધી અસર
કોંગ્રેસે માટે નાની કેબીન ઉલ્લેખનીય છે કે, વિરોધ પક્ષની જૂની ઓફિસ બંધ, કોંગ્રેસના ધારાસભ્યોએ નાની કેબિનમાં રહેવું પડયું, વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠક પ્રાપ્ત થઈ હતી. પહેલા દિવસથીને જ વિપક્ષની કાર્યાલય તેમને પ્રાપ્ત થઈ હતી, પરંતુ વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફક્ત 17 ધારાસભ્યો જ ચૂંટાયા છે, ત્યારે શાસક પક્ષની ઓફિસની બાજુમાં આવેલી વિપક્ષની ઓફિસે સત્તાવાર રીતે બંધ કરવામાં આવી છે. આજે કોંગ્રેસના 17 જેટલા ધારાસભ્યોને પ્રથમ માળ ઉપર આવેલી નાના કાર્યાલયમાં જ રહેવાનો વારો આવ્યો હતો. હવે જ્યારે સત્તાવાર સરકાર કોંગ્રેસને વિરોધ પક્ષનો દરજ્જો આપશે, ત્યારે વિરોધ પક્ષની કાર્યાલય કોંગ્રેસના ધારાસભ્યોને મળી શકે તેમ છે.