- ૭૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે
- 13 ઓક્ટોબર સુધી ઝડપી કામગીરી કરવામાં આવશે
- રાજ્યમાં વરસાદના કારણે રોડ રસ્તાઓ ધોવાયા હતા
ગાંધીનગર : રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓમાં મોટા ગાબડા પડયા છે, અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે, ત્યારે ભુપેન્દ્ર પટેલની નવી સરકારના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ તાત્કાલિક ધોરણે રોડ રસ્તા રીપેર કરવાનું સૂચન વિભાગને આપવામાં આવ્યું છે. ત્યારે 7000 જેટલી ફરિયાદો પણ વોટ્સઅપના માધ્યમથી ફક્ત એક જ દિવસના અંતે મળી હતી ત્યારે આજે પૂર્ણેશ મોદીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, હવે 13 ઓક્ટોબર સુધી વધુ ઝડપથી રાજ્યમાં ધોવાયેલા દોડ રસ્તાઓની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
રસ્તા રીપેરીંગ અભિયાન શરુ કરાયું
સપ્ટેમ્બર માસમાં રાજ્યના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ જાહેરાત કરી હતી કે, વરસાદ બાદ રાજ્યના રસ્તાઓ ધોવાઈ ગયા છે. તેમને સમારકામ અને રીપેરીંગ કામ માટે નું કામકાજ ૧ થી 10 ઓક્ટોબર સુધી ચાલુ કરવામાં આવશે, અને હંગામી ધોરણે કામકાજ પૂર્ણ કરવામાં આવશે. ત્યારે હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. પરંતુ હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 13 ઓક્ટોબર બાદ વરસાદ નહીં હોવાની પણ વિગતો સામે આવી હતી. ત્યારે હવે આ રોડ રસ્તા રીપેરીંગનું અભિયાન 13 ઓક્ટોબર સુધી કાર્યરત રાખવામાં આવશે અને 13 ઓક્ટોબર પહેલા તમામ રસ્તાઓનું રીપેરીંગ પણ કરી દેવામાં આવશે.
એકજ દિવસમાં 7 હજાર ફરિયાદ પ્રાપ્ત થઈ
માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ફક્ત એક જ દિવસમાં 7 હજાર ફરિયાદ પ્રાપ્ત થઈ હતી. ત્યારે હજુ પણ ફરિયાદ નોંધવા યથાવત છે. ત્યારે કોર્પોરેશન જિલ્લા અને તાલુકાના માર્ગો જે વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે અથવા તો ગાબડા પડયા છે. તો ત્યાં જે તે સ્થાનિક તંત્ર દ્વારા રસ્તાઓનું રીપેરીંગ કરવામાં આવશે.
70 ટકા કામગીરી પૂર્ણ
1 ઓક્ટોબરથી ગુજરાત રાજ્યમાં શરૂ થયેલ અભિયાન બાબતે પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ઓક્ટોબરથી તમામ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે આજે ૭૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે એવા અનેક રસ્તાઓ છે કે, જે કેન્દ્ર સરકાર હસ્તક આવે છે. અથવા તો અન્ય જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પંચાયત, નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકામાં આવે છે. ત્યારે આ રસ્તાઓને પણ રીપેરીંગ કરવા માટે જે તે અધિકારીઓ અને તંત્રને સૂચના આપી દેવામાં આવી છે.
રસ્તાઓ વરસાદને લીધે તૂટયા
રાજ્યમાં જે રીતે વરસાદની પેટર્ન બદલાઇ છે, તેને ધ્યાનમાં લઈએ તો રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે. જ્યારે અનેક રોડ રસ્તામાં મસમોટા ગાબડા પડી ગયા છે, જ્યારે આ બાબતે કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, વરસાદ ગુજરાતમાં પેટર્ન બદલી છે અને હવે જોવા જઈએ તો સપ્ટેમ્બર બાદ વરસાદ નહીં પડે તેને ધ્યાનમાં લઈને ૧ ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી રોડ રીપેરીંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ વરસાદ પડી રહ્યો છે અને તેને ધ્યાનમાં લઈને વધુ ત્રણ દિવસ ફાળવવામાં આવ્યા છે. આમ તે ઓક્ટોબર સુધી રાજ્યના તમામ રસ્તાઓ રીપેરીંગ કરી દેવામાં આવશે.
આ પણ વાંચો : કર્ણાટકમાં વિશ્વ પ્રસિદ્ધ 9 દિવસીય મૈસુર દશેરા મહોત્સવનો આજથી પ્રારંભ
આ પણ વાંચો : UP Road Accident : બારાબંકીમાં પ્રાઇવેટ બસ અને ટ્રકની ટક્કર, 9 ના મોત, અનેક લોકો ઘાયલ થયા