ETV Bharat / state

મને કે મારી દિકરીને કંઈ પણ થશે એની જવાબદારી ગૌરવ દહિયાની હશે: લીનુંસિંહ - વિજય રુપાણી

ગાંધીનગરઃ IAS અધિકારી ગૌરવ દહિયાની કથિત પત્ની ગુજરાત આવતાની સાથે જ વિવાદ વધુ ચગ્યો છે. ગાંધીનગર આવેલા લીનુંસિંહ બે દિવસ રોકશે. આજે તેમણે મહિલા આયોગમાં ગૌરવ દહિયા વિરુદ્વ લેખિત અને મૌખિક ફરીયાદ કરી પુરાવા રજુ કર્યા હતાં. આવતી કાલે તેઓ આઈજી અને ડીજીને મળી ન્યાયની માગ કરશે. મીડિયા સાથે વાત કરતાં લીનુંસિંહે કહ્યુ હતું કે, 'ગૌરવ દહિયાના ટાર્ગેટ પર મારી 6 મહિનાની દિકરી છે. જો મને કે મારી પૂત્રીને કંઈ પણ થશે તો તેના માટે ગૌરવ જ જવાબદાર ગણાશે.'

મને કે મારી દિકરીને કંઈ પણ થશે એની જવાબદારી ગૌરવ દહિયાની હશે- લીનુંસિંહ
author img

By

Published : Aug 20, 2019, 9:55 PM IST

IAS અધિકારી ગૌરવ દહિયા સામે સનસનીખેજ આરોપો લગાવનાર દિલ્હીની મહિલા લીનુંસિંહે આજે ગાંધીનગરમાં ધામા નાંખ્યા હતાં. ગાંધીનગર આવીને તેઓ સીધા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. સીએમઓ ઓફિસમાંથી યુવતીને રાજ્ય સરકારે રચેલ કમિટીના અદયક્ષ સુનાયના તોમર ને મળવાનું સૂચન અપાયુ હતું. આ પહેલા તેમણે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને રૂબરૂ મળીને લેખિતમાં ફરિયાદ કરી હતી. તેમજ ગૌરવ દહિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની પણ માગ કરી હતી. ત્યારબાદ લિંનુંસિંહ રાજ્યના મહિલા આયોગમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતાં.

મને કે મારી દિકરીને કંઈ પણ થશે એની જવાબદારી ગૌરવ દહિયાની હશે: લીનુંસિંહ

મહિલા આયોગના અદયક્ષ લીલાબેન અંકોલીયાએ મહિલા સાથે બંધ બારણે રજુઆત સાંભળી હતી. ત્યારપછી અંકોલીયાએ મહિલા પાસેથી લેખિતમાં અરજી લીધી હતી. આ અંગે લીલાબેનઅંકોલીયાએ જણાવ્યું હતું કે, ગૌરવ દહિયા સામેની ફરીયાદમાં પીડિતાના નિવેદન લેવામાં આવ્યા છે. પીડિતાએ તેની આપવીતી જણાવી છે. જે અંગે ગૌરવ દહિયાને અગાઉ નોટીસ આપી છે બીજી વાર પણ નોટીસ આપી બોલાવીશું. આ ઉપરાંત કેન્દ્રીય મહિલા આયોગને પણ અરજી આપીશું. દહિયાને હાજર થવા માટે ગાંધીનગર પોલીસ ને સૂચન અપાયું છે.

કમિટીના અધ્યક્ષ સુનયના તોમર સાથે બેઠક બાદ દિલ્હીની પીડિતા યુવતીએ જણાવ્યું હતું કે, આવતીકાલે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ સાથે બેઠક કરીને ગૌરવ દહિયા વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાય તેવી માગ કરીશ. પીડિત યુવતી વધુમાં જણાવ્યું હતું કે ગૌરવ તૈયા એ તેની પ્રથમ પત્ની સાથે પણ આવી રીતે કર્યું છે મારી સાથે પણ આવું જ કર્યું છે હવે બીજી કોઈ વ્યક્તિ સાથે આવું ન થાય તે માટે હું લડત આપી રહી છું.

તેણે દહેશત વયક્ત કરતાં કહ્યુ હતું કે, મારી દિકરી ગૌરવના ટાર્ગેટ પર છે. કેમ કે એનો DNA ટેસ્ટ થશે એટલે સાયુ-ખોટુ બધુ બહાર આવી જશે. દિલ્હીમાં મારુ કોઈ નથી. જ્યારે ગૌરવની આખી ફેમિલી દિલ્હીમાં રહે છે. જો મને કે મારી દિકરીને કંઈ પણ થશે તો તેની સંપુર્ણ જવાબદારી ગૌરવ દહિયાની રહેશે.

Intro:APPROVED BY PANCHAL SIR

દિલ્હીની યુવતી લીનુંસિંગ આજે ગાંધીનગર સચિવાલયમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જેમાં સીએમઓ ઓફિસમાંથી યુવતીને રાજ્ય સરકારે રચેલ કમિટીના અદયક્ષ સુનાયના તોમર ને મળવાનું સૂચન આપ્યું હતું. જ્યારે અગાઉ દિવસ ની શરૂવાતમાં તેઓ પ્રથમ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને રૂબરૂ મળીને લીનું સીંગે લેખિતમાં ફરિયાદ કરી હતી. જ્યારે ગૌરવ દહિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની પણ માંગ કરી હતી. ત્યારબાદ લિંનુંસિંગ રાજ્યના મહિલા આયોગમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા.
Body:મહિલા આયોગના અદયક્ષ લીલાબેન અંકોલીયાએ મહિલા સાથે એકાંતમાં ચર્ચા કરી હતી. ચર્ચા બાદ અંકોલીયાએ મહિલા સાથે લેખિતમાં અરજી લીધી હતી. ત્યારબાદ અંકોલીયાએ વધુમાં જણાવ્યું હતું કે ગૌરવ દહિયા બાબતે પીડિતા પાસે તમામ પ્રકાર ના નિવેદન લેવામાં આવ્યા છે. મહિલા પીડિતાએ તમામ પ્રકાર ની આપવીતી જણાવી છે. જેને લઈને અમે તાપસ કરવામાં આવશે. જ્યારે દિલ્હી કેન્દ્રીય મહિલા આયોગ ને પણ અરજી કરવામાં આવે છે.

અંકોલિયાએ વધુમાં જણાવ્યું હતું કે દહિયાને હાજર થવા માટે ગાંધીનગર પોલીસ ને સૂચન આપવામાં આવ્યું છે. જ્યારે દહિયાને મહિલા આયોગ સમક્ષ હાજર થવું જ પડશે. આ માટે ગાંધીનગર પોલીસને સૂચન આપી દેવામાં આવ્યું છે. શરૂવાત માં ટેલિફોનિક રીતે દહિયાને નોટિસ આપવામાં આવી હતી. જેમાં હવે બીજી વખત ફરીથી મહિલા આયોગ દ્વારા નોટિસ આપવામાં આવશે. અને દહિયાએ ફરજીયાત મહિલા આયોગ સમક્ષ હાજર થવું જ પડશે. જો મહિલા સાચી હશે તો એની તરફ ન્યાય કરવામાં આવશે.

કમિટીના અધ્યક્ષ સુનયના તોમર સાથે બેઠક બાદ દિલ્હીની પીડિતા યુવતીએ જણાવ્યું હતું કે આવતીકાલે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ સાથે બેઠક કરીને ગૌરવ તૈયા વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાય અને તેમને સજા મળે તે રીતે ની માંગણી કરવામાં આવશે. પીડિત યુવતી વધુમાં જણાવ્યું હતું કે ગૌરવ તૈયા એ તેની પ્રથમ પત્ની સાથે પણ આવી રીતે કર્યું છે મારી સાથે પણ આવું જ કર્યું છે હવે બીજી કોઈ વ્યક્તિ સાથે આવું ન થાય તે માટે હું લડત આપી રહી છું જ્યારે એક આઇ.એ.એસ અધિકારી ને આવું વર્તન ના શોભે. તેને સખતમાં સખત સજા થવી જોઇએ તેવી પણ માંગ લીનું સિંગ એ કરી હતી.

યુવતી વધુમાં જણાવ્યું હતું કે જો હું ગુજરાતમાં વહેલી તકે આવી ગઈ હોત તો આ કેસનો સમાધાન આવી ગયું હોત તો જ્યારે હવે આ કેસ પૂર્ણ થઈ જશે ત્યારે જ હું લઈ જઈશ સાથે જ આવતી કાલે રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘ ને પણ મળશે. જ્યારે યુવતીએ મહિલા આયોગ સમક્ષ લગ્નના તમામ પુરાવા પણ રજૂ કર્યા હોવાનું નિવેદન આપ્યું હતું.Conclusion:આમ આજના દિવસે દિલ્હીની પીડિતા યુવતી લીનું સીંગે એક જ દિવસમાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, મહિલા આયોગ ના અદયક્ષ લીલાબેન અંકોલીયા અને ત્યારબાદ સીએમ ને મળવા આવ્યા હતા પણ બાદમાં રાજ્ય સરકારે ગૌરવ દહિયાના કેસમાં રચાયેલ કમિટીના અદયક્ષ સુનાયના તોમરને મળવા મોકલ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.