ETV Bharat / state

બાઇક અને સ્કૂલવાન વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત - School van and bike accident

ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે થયેલા અકસ્માતમાં એક સ્કૂલ વાન ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મૃત્યું થયું છે. આ ઘટના બાદ વાન(School van and bike accident)ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. રાહદારીઓ અને આસપાસના લોકોએ પીછો કરી વાન ચાલકને પકડી પોલીસને સોપ્યો છે. પોલીસે ડ્રાઈવરની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક અને સ્કૂલવાન વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

author img

By

Published : Jun 25, 2022, 1:02 PM IST

Updated : Jun 25, 2022, 1:36 PM IST

ગાંધીનગર: રાજ્યમાં પ્રાથમિક શાળાઓ શરૂ થઈ ગઈ છે. સ્કૂલવાન કે જે છેલ્લાં 2 વર્ષેથી કોરોનાને કારણે બેકારીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે હવે સ્કૂલ વાન પણ બેફામ રૂટ શરૂ થઈ ગઈ છે. આજે ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે એક ખાનગી સ્કૂલ વાનના ચાલકે (School van and bike accident)એક બાઇક ચાલકને અડફેટે લીધા હતા અને ઘટના સ્થળે જ બાઇક ચાલકનું અકસ્માતમાં મૃત્યુ થયું છે.

આ પણ વાંચોઃ ક્યારે નિકળશે રાહુલ બહાર: શું 3 દિવસથી ચાલતું રેસ્ક્યુ ઓપરેશન થશે સફળ ?

અકસ્માત બાદ વાન ચાલક બાળકોને લઈને ભાગ્યો - ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે થયેલા અકસ્માતમાં એક સ્કૂલ વાન ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો અને ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ વાહન (bike and school van)ચાલક બાળકોને લઈને ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ થયો હતો. પરંતુ રાહદારીઓ અને આસપાસના લોકોએ પીછો કર્યો હતો અને વાહન ચાલકોને અટકાવ્યો હતો અને પોલીસને કબજે કર્યો તથા ત્યારે પોલીસે બાળકોને સુપ્રરત ઘરે મોકલીને ડ્રાઈવરની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ક્રેનથી એમ્બ્રોડરી મશીન ચઢાવતા બે મજૂરો મશીન સાથે નીચે પટકાતા મોતને ભેટ્યા

સ્કૂલ વાન ગેરકાયદેસર ? - ગુજરાત રાજ્યમાં શાળામાં ચાલતી રીક્ષાઓ અને વાહનનું રજિસ્ટ્રેશન ફરજિયાત રીતે આરટીઓમાં કરાવવામાં આવે છે. સ્કૂલમાં ચાલતા વાહનોમાં ટેક્સી પાર્સિંગ નથી પાર્સિંગ કરાવવું ફરજિયાત છે અને પીળા કલરની નંબર પ્લેટ પણ આરટીઓ દ્વારા ફાળવવામાં આવે છે. ગાંધીનગરમાં જે વાનનો અકસ્માત થયું છે અને એક વ્યક્તિનું આ ઘટનામાં મૃત્યુ થયું છે ત્યારે સ્કૂલ વાનની વાત કરવામાં આવે તો આ વાન ખાનગી(પ્રાઈવેટ) પાસીંગમાં સ્કૂલ વાન ચલાવવામાં આવતી હતી જે સરકારી નિયમોના ધજાગરા ઉડાડતા અને સરકારના નિયમની વિરુદ્ધ ચાલતી હોવાની વાત પણ સામે આવી છે. હવે આરટીઓ વિભાગ અને પોલીસ વિભાગ સ્કૂલવાન ચાલકની કઈ રીતે તેના વિરોધમાં કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.

Last Updated : Jun 25, 2022, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.