ETV Bharat / state

Amul milk quality: અમુલ દૂધમાં કોઈ કેમિકલ કે યુરિયા નથી, ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી કોશીયાએ આપી ખાતરી - ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ

છેલ્લા પાંચ વર્ષથી સોશિયલ મીડિયામાં એક કટીંગ ફરી રહ્યું છે, જેમાં અમુલ કંપની દૂધની અંદર યુરિયા મિક્સ કરીને વેચાણ કરી રહી હોવાનો સંદેશ જાય છે. ત્યારે આ સમગ્ર બાબતે ઈટીવી ભારતે લોકોને સત્ય હકીકત જણાવવાનો પ્રયાસ કર્યો હતો. અને આ મામલે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશિયાનો સંપર્ક કર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમુલમાં જે દૂધ આવે છે તેના ઢગલા બંધ સેમ્પલિંગ અને ચકાસણી કરવામાં આવે છે. આજ દિન સુધી અમારા ધ્યાનમાં અમુલ દૂધમાં કોઈ જ પ્રકારનું યુરીયા આવ્યું નથી, આ સંપૂર્ણ અફવા છે.

Amul milk quality
Amul milk quality
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 7:54 PM IST

Updated : Oct 20, 2023, 9:10 PM IST

ડૉ.અનિંદિતા મહેતા

ગાંધીનગર : ગુજરાતની એક માત્ર અમુલ બ્રાન્ડ એ ફક્ત ગુજરાત અને ભારત દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોપ્યુલર છે. જોકે, છેલ્લા પાંચ વર્ષથી સોશિયલ મીડિયામાં એક કટીંગ ફરી રહ્યું છે, જેમાં અમુલ કંપની દૂધની અંદર યુરિયા મિક્સ કરીને વેચાણ કરી રહી હોવાનો સંદેશ જાય છે. ત્યારે આ સમગ્ર બાબતે ઈટીવી ભારતે ખરેખર હકીકત શું છે તે લોકોને જણાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આ એક સંપૂર્ણ ફેક ન્યૂઝ હોવાનું સાબિત થયું છે અને સરકાર પણ અમૂલ દૂધના તમામ સેન્ટર ઉપર ચુસ્તપણે દૂધનું ચેકિંગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

અમુલની બદનામ કરવાનું કૃત્ય: અમુલ દૂધની ગુણવત્તાને લઈને છેલ્લા પાંચ વર્ષથી સોશિયલ મીડિયા પર એક કટિંગ ફરી રહી છે, જેમાં ઉલ્લેખ છે કે, અમૂલ દૂધમાં યુરિયા અને રસાયણ યુક્તનું મિશ્રણ હોય છે. ત્યારે આ બાબતે ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં અમુલને બદનામ કરવાની અરજી પણ અમુલ ફેડરેશન દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ આ એક ખોટી માહિતી અને અમુલને ખોટી રીતે બદનામ કરવાનું કામ કરાતું હોવાનું સામે આવ્યું હતું.

ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરનું નિવેદન: અમુલ દૂધમાં કોઈ મિલાવટ થઈ રહી છે કે નહીં ? યુરિયા ખાતર છે કે નહીં ? આ સમગ્ર બાબતે ઈટીવી ભારતે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશિયાનો સંપર્ક કર્યો હતો અને જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરે ઈટીવી સાથે ટેલીફોનિક વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમુલમાં જે દૂધ આવે છે તેના ઢગલા બંધ સેમ્પલિંગ અને ચકાસણી કરવામાં આવે છે. દર મહિને 2,000 થી વધારાનું સ્ક્રિનિંગ દૂધ જ્યાં કલેક્ટ કરવામાં આવે છે ત્યાં કરવામાં આવે છે. જ્યારે આજ દિન સુધી અમારા ધ્યાનમાં કોઈ જ પ્રકારનું યુરીયા આવ્યું નથી, આ સંપૂર્ણ અફવા છે. ગુજરાતમાં 22 ફૂડ એન્ડ સેફ્ટી વિહિકલ દ્વારા પણ તપાસ કરવામાં આવે છે. સમયાંતરે દૂધ કે જે પ્રોસેસ વગરનું એટલે કે કાચા દૂધનું પણ ટેસ્ટીંગ કરવાનું મિલ્કઓ સ્કેન મશીનથી ચકાસણી થાય છે, જે દૂધમાં કોઈપણ પ્રકારનું કેમિકલ હોય તો તે ઓન ધ સ્પોટ પકડી પાડે છે, આમ તમામ ખેડૂતોના દુધોના ટેસ્ટીંગ થાય છે.

  1. Vadodara Food Checking : વડોદરામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, ફ્રુડ સેફ્ટી ઓન વ્હીલના માધ્યમથી ફેંસલા ઓન ધ સ્પોટ
  2. Jamnagar Food checking : જામનગર મહાનગરપાલિકા ફૂડ શાખા દ્વારા ચેકિંગ ડ્રાઇવ શરુ, ભેળસેળયુક્ત ઘીના નમૂના લેવાયા

Last Updated : Oct 20, 2023, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.