ગાંધીનગર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ પ્રધાનો આજે ઓફિસનો ચાર્જ સંભાળ્યો છે ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તમામ પ્રધાનોની કાર્યાલયમાં મળવા અને શુભેચ્છા પાઠવવા માટે પહોંચ્યા હતાં.રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના કાર્યાલયમાં એક ઉચ્ચસ્તરીય બેઠક (Harsh Sanghvi Meeting ) ચાલી રહી હતી તે દરમિયાન ભૂપેન્દ્ર પટેલ ઓફિસમાં પહોંચ્યા હતાં. જેમાં નવી સરકાર દ્વારા વાહન ચાલકો માટે ટ્રાફિકના નિયમોમાં સુધારો કરવા માટે કામગીરી દર્શાવવામાં આવી હતી. નવી ટ્રાફિક પોલિસીની (New Traffic Policy in Gujarat ) આવનારા દિવસોમાં જ જાહેરાત કરવામાં આવશે.
શું હશે નવી ટ્રાફિક પોલિસીમાં નવી ટ્રાફિક પોલિસીની (New Traffic Policy in Gujarat ) વાત કરવામાં આવે તો અત્યારે વર્તમાન સમયમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને રોકીને દંડ વસૂલ કરવામાં આવે છે. પરંતુ ટેકનોલોજીનો મદદ લઈને વાહનચાલકોને રોક્યા વગર જ દંડ કરવામાં આવશે. જ્યારે ડિજિટલની કામગીરી ઈ ચલણ બાબતે ખાસ્સો સુધારો કરવામાં આવ્યો છે.
36 પેરામીટરનો સુધારો કરવામાં આવશે નવી ટ્રાફિક પોલિસી અંતર્ગત 36 પેરામીટરનો સુધારો કરવામાં આવશે અને વાહનચાલકોને જાહેર રોડ ઉપર ઉભા રાખવામાં આવશે નહીં. ઉપરાંત જેટલા પણ ટ્રાફિક સિગ્નલ બંધ પરિસ્થિતિમાં છે તે તમામ ટ્રાફિક સિગ્નલને શરૂ કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા જે જગ્યાએ ટ્રાફિકના સંચાલન માટે વધુ પોલીસ ફોર્સ મૂકી છે અને જે જગ્યા ઉપર ઓછી પોલીસ ફોર્સ મૂકી છે ત્યાં એકસીડન્ટમાં વધારો થયો કે ઘટાડો થયો ટ્રાફિકનું સંચાલન કઈ રીતનું થયું તે તમામ બાબતની ચર્ચા કરીને રિવ્યુ (Harsh Sanghvi Meeting ) પણ કરવામાં આવશે. જ્યારે ગુજરાતના વાહનચાલકોને કોઈ પણ તકલીફ અને મુશ્કેલીઓ ન આવે તે રીતની જોગવાઈ કરવામાં આવશે જ્યારે દંડની રકમમાં સુધારો (New Traffic Policy in Gujarat ) કરવામાં આવશે.
સોફ્ટ નીતિ, દંડ ઓછો રાજ્યના ગૃહ વિભાગ (Harsh Sanghvi Meeting ) દ્વારા નવી ટ્રાફિક પોલિસીમાં સોફ્ટ નીતિ તૈયાર કરવામાં આવી છે. આ નીતિ અનુસાર વાત કરવામાં આવે તો અત્યારે વાહન ચાલકોને સો રૂપિયાનો દંડ આવે છે. જો તે ન ભરે અને બીજો મેમો ફાટે તો તેના સીધા ડબલ રૂપિયા ભરવાનો વારો આવે છે. ત્યારે નવી સોફ્ટ નીતિમાં વાહન ચાલકો ઉપર કોઈપણ પ્રકારનું ભારણ ન આવે તે રીતની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે અમુક મેમાની રકમ અથવા તો મેમાની સંખ્યામાં વધારો થશે તો પોલીસે ઘરે પહોંચીને પણ મેમો નોંધ કરી શકે છે જ્યારે દંડમાં ઘટાડો પણ થઈ શકે છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે વાહનો પણ જપ્ત નહીં (New Traffic Policy in Gujarat ) થઈ શકે.
વન નેશન વન ચલણ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના કાર્યાલયમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક (Harsh Sanghvi Meeting ) યોજાઈ હતી. જેમાં ગુજરાત પોલીસ ઓનલાઈન કઈ રીતે પ્રજાલક્ષી કાર્ય કરી શકે તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ઈ ચલણમાં અનપેડ રિકવરી વધારવા (New Traffic Policy in Gujarat ) વનનેસન વન ચલણ અંતર્ગત નિર્ણય લેવા ઇન્ટરસેપટર વાહનોના ઉપયોગની નિયત સમયે સમીક્ષા કરવાની પર ચર્ચા કરાઈ હતી. જ્યારે આવનારા 100 દિવસોમાં (100 day action plan )પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારની સફાઈ બાબતે સાયબર ક્રાઇમ શી ટીમ તેમ જ ડ્રગ્સ જાગૃતિ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
પોલીસ બેન્ડને બ્રાન્ડ બનાવાશે રાજ્યના પોલીસ અધિકારીઓ સાથે બેઠક (Harsh Sanghvi Meeting ) કરીને પોલીસ બેન્ડને પોલીસ બ્રાન્ડ (Police Band )બનાવવાની સૂચના પણ આપી છે. જ્યારે પોલીસ કર્મચારીઓ માટે સ્પોર્ટ કોમ્પ્લેક્સની રચના થાય તેમજ પોલીસ બેન્ડને બ્રાન્ડ બનાવવાની સાથે દરેક જિલ્લામાં પોલીસ બેન્ડની રચના કરીને ટેલેન્ટેડ કર્મચારીઓ અને અધિકારીઓ તેમાં સામેલ થાય તેવા પણ પ્રયત્નો કરવા માટેની સૂચના આજની બેઠકમાં રાજ્યગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ અધિકારીઓને સૂચના આપી હતી.