ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં નલિયા કાંડનો એક રિપાર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ નિવૃત જસ્ટિસ એલ.જે. દવેની અધ્યક્ષ પદે રચાયેલા તપાસ પંચનો હતો. જેમાં નલિયા કાંડના આરોપીઓને ક્લીનચીટ આપવામાં આવી છે. આ રિપાર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દુષ્કર્મની ઘટનામાં કોઈ વિગતો ઉપલબ્ધ નથી.
આ ઘટનામાં પોલીસ અથવા અન્ય સત્તાવાળા કે કોઈ વ્યક્તિ ક્ષતિમાં હોવાનું ફલિત થતું નથી. આ સિવાય રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પુરાવાને અભાવે તપાસ થઈ શકી નથી. જેથી ક્લીનચીટ આપવામાં આવી છે.