ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 50 હજાર વટાવી દીધો છે. સતત બીજા દિવસે 24 કલાકમાં 1020 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 28 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 51485 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી બુધવારે 837 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ 1 હજારને પાર, 28 મોત, કુલ 51,485
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના સતત બીજા દિવસે કેસ 1000ને પાર થઇ ગયા હતા. જો કે, 28 મોત પણ થયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 51,485 થઇ ગયા છે.